તપાસ:પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ દ્વારા બોટાદ જિલ્લાની વાર્ષિક તપાસ કરાઈ

બોટાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેન્જ આઇ જી દ્વારા બોટાદ જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી તથા કર્મીઓને સન્માનિત કરાયા

બોટાદ જિલ્લા પોલીસનીવર્ષ 2021 વાર્ષિક તપાસણી અંતર્ગત અશોક કુમાર , પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, દ્વારાજિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને સાથે રાખી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ આવ્યું હતું.

અશોક કુમાર, પોલીસ મહાનિરીક્ષ દ્વારા તપાસણી દરમ્યાન 23/11/2021 ના રોજ ઢસા પોલીસ સ્ટેશન અને બરવાળા પોલીસ સ્ટેશનની વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઢસા પોલીસ સ્ટેશન ખાતે આગમન દરમ્યાન જિલ્લા હેડ ક્વાર્ટર દ્વારા પોલીસ મહાનિરીક્ષકને સન્માન ગાર્ડ આપી આવકારવામાં આવ્યા હતા.

બોટાદ સબ જેલની વિઝીટ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ વેલ્ફેરના ભાગરૂપે બોટાદ પોલીસ લાઈનની વિઝીટ કરી પોલીસ લાઈનની મહિલાઓ સાથે મિટીંગ કરી રહેણાંક સંબંધી રજૂઆતો સાંભળી સમયમર્યાદામાં યોગ્ય નિવારણ કરવાં સુચના આપી હતી.

બોટાદ જિલ્લાના તમામ ડીવાયએસપી, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પી.આઈ., મહિલા પોલીસ સ્ટેશન પી.આઈ., સી.પી.આઈ., તમામ થાણા અધિકારી તથા વિવિધ શાખાઓના ઈન્ચાર્જ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી ભવિષ્યમાં કરવાની કામગીરી અંગે માર્ગદર્શન તેમજ. ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સમગ્ર જિલ્લાનું ક્રાઈમ તથા કામગીરી અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

રાજદીપસિંહ નકુમ વિભાગીય પોલીસ અબોટાદના દ્વારા ડીવિજન તથા ઝેડ.આર. દેસાઈ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકl એસ.સી. એસ.ટી. સેલના દ્વારા તેઓના સેલ તથા એમ.બી. વ્યાસ , નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર સંબંધિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ.

પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર દ્વારા જિલ્લાની એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 24/11/2021 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઈન્સ્પેક્શન પરેડ, પરેડ બાદ ડૉગ સ્કોડ તથા માઉન્ટેડ વિભાગના હોર્સ દ્વારા ખુબ જ સુંદર પરફોર્મન્સ બતાવવામાં આવ્યું હતું.

જિલ્લાની બી.ડી.ડી.એસ. ટીમ દ્વારા આધુનિક સાધન સામગ્રીનું પ્રદર્શન તથા ઉપયોગ. જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સ્કોડ ડ્રીલ, પી.ટી., રાયફલ એક્સરસાઈઝ, રાયફલ પી.ટી., ફીલ્ડ સિગ્નલ્સ, યોગાસન, મેડીસન બોલ, લગ પી.ટી., સંત્રી ડ્યુટી, ગાર્ડ એન્ડ સંત્રી ડ્યુટી, મસ્કેટરી, લાઠી ડ્રીલ, હથિયાર ટ્રેઈનીંગ, એસેલ્ટ ફોર્સ, અનાર્મ કોમ્બેટ, મોબ કંટ્રોલ ડ્રીલ વિગેરે વિવિધ ઈવેન્ટ તેમજ આધુનિક હથિયારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...