ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત:બોટાદ 107 બેઠક પર પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીના નામની જાહેરાત; ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા લગાવવામાં આવી મહોર

બોટાદએક મહિનો પહેલા

બોટાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ઘનશ્યામ વિરાણીનું નામ જાહેર કરાયું હતું. જેઓ મુળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના વતની અને ઉધોગપતી છે અને તેઓને પ્રથમ જિલ્લા પંચાયત જીત્યા અને તરતજ પ્રમુખ બનાવ્યા અને ધારાસભ્યની પાર્ટીએ ટિકિટ આપી.

બોટાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘનશયામ વિરાણીએ જણાવ્યું હતું કે, બોટાદ બેઠક માટે પાર્ટીએ મારા પર વિશ્વાસ મુક્યો છે. જેથી હુ પક્ષનો આભાર માનું છું અને પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે, તેને હું નિભાવીશ અને પક્ષના તમામ કાર્યકરોને સાથે રાખીને ચુંટણી લડીશ. બોટાદ 107 વિધાનસભાનો વિજય થશે તેમજ બોટાદ બેઠકના છેવાડાના ગામોને પ્રથમ પ્રાયોરિટી આપી વિકાસના કામો કરીશું. ઘનશ્યામ વિરાણી હાલ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ છે.

અન્ય સમાચારો પણ છે...