ડાયવર્ઝનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:બોટાદમાં રૂટ ડાયવર્ઝનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર વાહનોને પસાર થવાનો ઉક્ત હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામામાં દર્શાવ્યાં મુજબ વાહનોના પ્રવેશ માટે અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી અને ભાવનગર-વલ્લભીપુર તરફથી સાળંગપુર-બોટાદ તરફ જતા વાહનો માટે ફક્ત કેરીયાઢાળથી વાહનોને પ્રવેશ કરાવવો જરૂર છે. જેથી કેરીયાઢાળ-લાઠીદડ- જ્યોતિગ્રામ સર્કલ (બોટાદ) તરફ વાહનો પસાર કરવા જરૂરી છે. બોટાદથી અમદાવાદ તરફ જતાં વાહનો માટે બોટાદ-મીલીટ્રી રોડ- રાણપુર-ધંધુકા રૂટ પરથી વાહનો પસાર કરવા જરૂરી જણાય છે.બોટાદથી બરવાળા તરફ જતા મોટા વાહનો માટે સેથળી- સમઢીયાળા લાઠીદડ-કેરીયાઢાળ થઈ પસાર થવાનું જરૂરી જણાય છે. તેવી જ રીતે પ્રવેશ નિષેધ માટે અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા ભાવનગર-વલ્લભીપુર તરફથી સાળંગપુર-બોટાદ તરફ જતાં વાહનો માટે બરવાળા-સાળંગપુર ટી પોઇન્ટથી પ્રવેશ નિષેધ કરવો જરૂરી જણાય છે.

આ જાહેરનામું તા.24/10/2022 સવારના ૦7:૦૦ કલાકથી તા.05/11/2022 ના 24:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાના અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...