બોટાદ 107 વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ મેરના સ્થાને મનહર પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પસંદગી કરવામાં આવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મનહર પટેલની પસંદગી કરાતાં મનહર પટેલે હાઈકમાન્ડનો આભાર માન્યો હતો અને કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.
બોટાદ 107 વિધાનસભા બેઠક પર ખરાખરીનો આંતરિક જંગ જમ્યો છે. ગુજરાત કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગઈકાલે રાત્રે આશરે 10 કલાકે કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં બોટાદ 107 વિધાનસભા બેઠક પર બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશ મેરના નામની પસંદગી કરવામાં આવી હતી. જેને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ અશોક ગેહલોતને કાર્યકરોને સાથે રાખી પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
મનહર પટેલ દ્વારા આજ સાંજ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવયું હતું. ત્યારે મનહર પટેલે કાર્યકરો સાથે બેઠક કરી નિર્ણય લેવાની વાત કરી હતી. પણ બોટાદ મનહર પટેલ કાર્યકરોને મળે તે પહેલાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા રમેશ મેરના સ્થાને મનહર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા મનહર પટેલના સમર્થનમાં આવેલા કાર્યકરોમાં આનંદ અને ખુશી જોવા મળી હતી. મનહર પટેલની પસંદગી થતાં કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.