આંદોલનની ચિમકી:બોટાદના મોટા પાળિયાદ ગામે ફાળવેલા પ્લૉટ ન મળતાં રોષ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાળવેલા મફત પ્લૉટ 5 વર્ષથી ન મળતાં ગ્રામજનોએ રોષે ભરાઈ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી

બોટાદ જીલ્લાનાં બોટાદ તાલુકાના મોટા પાળીયાદ ગામનાં એસ.સી., ઓબીસી તથા અન્ય જ્ઞાતીના અરજદારોને સરકારશ્રીની મફ્ત પ્લોટ યોજના હેઠળ 100 ચોરસ વારના મફત પ્લોટ બોટાદ લેન્ડ કમિટીમાં 2018-19 માં મંજુર થયેલા હોવા છતા આજ દિવસ સુધી નહિ મળતા ગ્રામજનો દ્રારા તંત્રને ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

બોટાદ તાલુકાના મોટા પાળીયાદ ગામના એસ.સી.,ઓબીસી ના લાભાર્થીઓને વર્ષ 2018-19 માં સરકારશ્રીની યોજનાઓ દ્રારા મફત પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પરંતુ આજે ૫ વર્ષ જેવો સમય થવા છતા અરજદારશ્રીઓને મફ્ત પ્લોટના કબ્જા હક્ક કે સનદ નહી મળવાથી લોકો સરકારશ્રીની આવાસ યોજનાનો લાભ મેળવી શકેલ નથી.

આ અંગે ગ્રામજનોએ ગ્રામસભામાં, તાલુકા કક્ષાએ અને કલેક્ટર કચેરીમા વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતા આજદીન સુધી કોઈ કાર્યવાહી ન થતા ન છુટકે આ લાભાર્થીઓએ જો તારિખ 19-09-22 પહેલાં તમામ લાભાર્થીઓને મફત પ્લોટની સનદ નહીં મળે તો ગ્રામજનો અરજદારોને સાથે રાખી બોટાદ તાલુકા સેવા સદન કચેરી સામે ગાંધી ચિંધ્યા રાહે પ્રતિક ધરણાં તથા આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની તંત્રને ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...