આક્રોશ:શહેરમાં મોટા ભાગના પુલ તોડી નવા બનાવવામાં વિલંબ થતા રોષ

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદમાં આડેઘડ ખોદકામનાં લીધે લોકો પરેશાન બન્યા

બોટાદ શહેરની ટ્રાફિક સમસ્યા ઝટીલ છે. ત્યારે ઠેકઠેકાણે ડ્રાઈવર્જનનાં લીધે ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે.. શહેરમાં આડેઘડ ખોદકામ થતું હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી ડ્રાઈવર્જનના બોર્ડ હટવાનું નામ લેતા નથી એક પુલનું કામ પૂર્ણ થતું નથી ત્યાં બીજા પુલ ખોદી નાખતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઝટિલ બની છે. જેને લઈ શહેરીજનોમાં રોષ વ્યાપી ગયો છે.

બોટાદ શહેરમાં આડેઘડ ચાલતા ખોદકામનાં લીધે શહેરમાં ટ્રાફિક સમસ્યા ઝટિલ બની છે. શહેરમાં પ્રવેશવા માટેના સાળંગપુર રોડ અન્ડરબ્રિજ કરોડોના ખર્ચે બનેલ જેનું કામ ચાર વર્ષ જેટલો સમય ચાલેલ અને હમણાજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પરંતુ આ અન્ડરબ્રિજમાં ચોમાસામાં તો પાણી ભરાતું હતું.

પરંતુ હાલમાં ચોમાસું પૂર્ણ થઇ ગયુ હોવા છતાં આ પુલમાં પાણી ભરાય રહેતા લોકોનાં વાહનોમાં પાણી ભરાય જાય છે. અન્ડરબ્રિજ ચાલુ થયાના ગણતરીનાં દિવસો થયા હોવા છતાં હાલમાં આ પુલમાં મસમોટા ખાડાઓ પડી જતા લોકોને આ પુલ સુવિધા રૂપ નહિ પરંતુ દુવિધા રૂપ નીવડ્યો હોય તેમ લાગે છે ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે લોકોનેની સમસ્યા હલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

શહેરનો મુખ્યમાર્ગ ટાવર રોડ કે જ્યાં પુલ તોડી નવો બનાવવાનું કામ ચાલુ છે. આ પુલનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી તેમજ આની નજીકમાંજ અવેડાગેઈટ પાસેનો બીજો પુલ નવો બનાવામાં માટે તોડી નાખ્યો છે જેને મહિનાઓ થવા છતાં આજદિન સુધી આ પુલનું કામ ચાલુ થયું નથી.

તો બીજી બાજુ આ બન્ને રોડ ઉપર ડ્રાઈવર્જનનાં લીધે વાહનો મોઢસમાજની વાડી પાસેથી જુના પાળીયાદ બસસ્ટેન્ડ તરફ ચાલતા હોય છે ત્યાં પણ નદી ઉપર ક્રોજવે આવેલો છે. આ ક્રોજ વે બંને બાજુથી તૂટી ગયેલ હાલતમાં છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા આ ગોકળગાયની ગતિએ ચાલતા કામ પૂર્ણ કરવામાં આવે જેથી કરી શહેરીજનોની સમસ્યાનો અંત આવે.

અન્ય સમાચારો પણ છે...