તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંદકી:રાણપુરની શેરીઓમાં ગટરનાં પાણી ફરી વળતાં રહીશોમાં રોષ

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
શેરીઓમાં ફરી વળતાં ગટરના ગંદા પાણીથી લોકોને મુશ્કેેલી પડી રહી છે. - Divya Bhaskar
શેરીઓમાં ફરી વળતાં ગટરના ગંદા પાણીથી લોકોને મુશ્કેેલી પડી રહી છે.
  • ગટરનાં ગંદા પાણીનો નદીઓમાં નિકાલ કરીને નદીને ગંદી કરવામાં આવે છે તેનો યોગ્ય નિકાલ તંત્ર કરે તેવી નાગરિકોની માગણી

રાણપુરમાં આવેલી વસાણી શેરીમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા ત્યાંથી પસારથતા લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડે છે. આ શેરીમાંથી ચોમાસામાં ઉપાશ્રયમાં ઉપસ્થિત મહાસતીઓ વીહારવા જાય છે પરંતુ રોડ ઉપર ગટરના પાણી ફળી વળતા મુશ્કેલી પડે છે.

રાણપુરમાં આવેલી વસાણી શેરીમાં દરરોજ ગટરના પાણી ઉભરાતા રોડ ઉપર ફરી વળે છે જેના લીધે આ રોડ ઉપર કાયમ માટે પાણી ભરાઈ રહેતા અહીથી પસારથતા લોકોને ભારે મુશ્કેલી પડે છે. ચોમસામા ઉપાશ્રમાં ઉપસ્થિત મહાસતીજીઓને વ્હોરવા જવામાં ભારે મુશ્કેલીએ પડી રહી છે. હાલમાં જૈન સાધ્વીઓનું ચોમાસું રાણપુર ઉપાશ્રમમાં છે આ જૈન સાધ્વીઓ વિહારવા સવારે નીકળે છે પરંતુ ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા હોવાથી તેઓની પાછું ફરવું પડે છે.

નદીના સામા કાંઠે જડેશ્વર મહાદેવ અને ભવાને માતાનો ગઢ આવેલો છે ત્યાં જવા માટે નદીમાં થઈને જવા વસાણીશેરીનાં ઢાળનાં પગથિયા ઉતરવા પડે છે પરંતુ ત્યાં પણ ખુબ જ ગંદકી હોવાથી દર્શનાર્થી અને નદીમાં બેસવા જવાવાળા લોકોને ભારે મુશ્કેલી પડે છે. ગટરના ગંદા પાણીનો નિકાલ નદીઓમાં કરીને નદીને ગંદી કરવામાં આવે છે તેનો યોગ્ય નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. ગટરના પાણી બંધ નહી થાય તો મહાસતીઓ ટીડીઓને રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...