ફરિયાદ:બોટાદમાં જૂની અદાવતે યુવકને માર મારી ધમકી

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છરી, પાઈપ અને લાકડા વડે યુવકને માર મરાતા પોલીસમાં ફરિયાદ

બોટાદમાં મુસ્લિમ સોસાયટીમાં રહેતા રેનિશભાઈ ઇકબાલભાઈ સીદાતરને તા.5 જૂનના રોજ તેમના મિત્ર ફૈજાનભાઈ રફિકભાઈ ખંભાતીનાં મોબાઈલમાં જાવેદ ઉર્ફે ટકૉ ડોન રજાકભાઈ જાંગડનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ટુ રેનીશને લઇને આવ અમારે બે દિવસ પહેલા બોવાનું થયું હતું તેનું સમાધાન કરવું છે જેથી રેનિશભાઈ અને ફૈજાનભાઈ રીયલ રેસ્ટોરન્ટની સામે રોડે ગયા હતા.

તે દરમિયાન ત્યાં જાવેદ ઉર્ફે ટકો રજાકભાઈ જાંગડ રહે. હરણકુઈ બોટાદ અને તેની સાથે બે અજાણ્યા છોકરાઓએ રેનિશભાઈને છરી, પોઈપ અને લાકડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રેનીશભાઈએ બોટાદ પોલીસ સ્ટેશનમાં જાવેદ ઉર્ફે ટકો રજાકભાઈ જાંગડ અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...