ધમકી:રાણપુરનાં અળવ ગામે જૂની અદાવતે યુવકને માર માર્યો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણપુર તાલુકાના અળવ ગામે રહેતા રવીભાઈ દિનેશભાઈ સોલંકીને જુદી અદાવતની દાઝ રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાણપુર પોલીસે ધમકી આપનાર પતિ પત્ની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના અળવ ગામે રહેતા દિનેશભાઈ રામજીભાઈ સોલંકી જાતે. અનુ.જાતીને એક મહિના પહેલા આજ ગામમાં રહેતા જીવણભાઈ સનાભાઈ સોલંકી સાથે માથાકૂટ થઇ હતી. જે બાબતનું મન દુખ રાખી તા. 16/9/21નાં રોજ સવારે દિનેશભાઈ સોલંકીનો દીકરો રવિભાઈ દિનેશભાઈ સોલંકી અને દિલીપભાઈ બંને કુંડલી ગામ સેટિંગનાં કામ માટે જતા હતા તે દરમિયાન જીવણ સનાભાઈ સોલંકીનાં ઘર પાસે પહોચતા જીવણ સોલંકીએ લોખંડનાં પાઈપ વડે રવિભાઈને માર માર્યો હતો અને જીવણ સોલંકીનાં પત્ની લક્ષ્મીબેન જીવણભાઈ સોલંકીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રવીભાઈ સોલંકીનાં પિતા દિનેશભાઈ સોલંકીએ રાણપુર પોલીસ સ્ટેશનમાં જીવણ સનાભાઈ સોલંકી અને લક્ષ્મીબેન જીવણભાઈ સોલંકી વિરૂધ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...