• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • An Important Discussion About The Assembly Elections In Botad; Young BJP Leaders Of The District Including The Regional Minister, District In charge Were Present

ભાજપ યુવા મોરચાની બેઠક:બોટાદમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કરવામાં આવી મહત્વની ચર્ચા; પ્રદેશ મંત્રી, જિલ્લા પ્રભારી સહિત જિલ્લાના યુવા ભાજપ આગેવાનો રહ્યા હાજર

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ સર્કિટ હાઉસ ખાતે બોટાદ જિલ્લા યુવા મોરચાની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ બોલાવવામાં આવેલ બેઠકમાં ગુજરાત પ્રેદેશ યુવા ભાજપ મોરચાના મંત્રી તેમજ બોટાદ જિલ્લા યુવા મોરચાના પ્રભારી જય શાહ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ બોટાદ જિલ્લાની દરેક બેઠક પર જીત મેળવે તેને લઈ રણનીતિ સાથે મહત્વના સૂચન તેમજ ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં યુવા વર્ગ વધુને વધુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેમજ બુથથી લઈ મતદાન મથક સુધીની અલગ અલગ જવાબદારીની મહત્વની ચર્ચા બેઠકમાં કરવામાં આવી .

બોટાદ જિલ્લા યુવા મોરચાની બેઠકમાં ભાજપ જિલ્લા મહામંત્રી પોપટભાઈ અવૈયા, બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા અધ્યક્ષ જીજ્ઞેશ બોળીયા, પ્રદેશ કારોબારી સભ્ય ભરતભાઈ ખટાણા, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના જિલ્લા સંયોજક હિતેન્દ્રસિંહ દાયમા ,બોટાદ વિધાનસભા વિસ્તારક આશીષભાઈ લુણાગરિયા સહિત જિલ્લા યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા ​​​​​​​હતા.

અન્ય સમાચારો પણ છે...