ફ્રી નેત્રનિદાન કેમ્પ:રાણપુર અમૃતલાલ શેઠ હોસ્પિટલ ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં કુલ 126 દર્દીઓએ લાભ લીધો જેમાથી 20 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા

રાણપુરમાં આવેલી અમૃતલાલ શેઠ હોસ્પિટલ ખાતે જતીનભાઈ શેઠ પરીવાર મુંબઈ અને સેવાપરી ચેરીટેબલ ટ્રષ્ટ પાણશીણાના સહયોગથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટ દ્રારા તા.06/09/22 ને મંગળવાર ના રોજ ફ્રી નેત્રનિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ નેત્ર નિદાન કેમ્પમાં 126 દર્દીઓએ લાભા લીધો હતો જેમાથી 20 દર્દીઓને મોતીયાના ઓપરેશન ની જરૂરીયાત હોવાથી આ 20 દર્દીઓને શ્રી રણછોડદાસજી બાપુઅ ચેરી. હોસ્પિટલ રાજકોટ ની બસ દ્રારા આ તમામને રાજકોટ હોસ્પિટલે મોતીયાના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા અને આ તમામ દર્દીઓને બુધવારના દીવસે મોતીયાના ઓપરેશન કરી પર બસ મારફતે રાણપુર એ.ડી. શેઠ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. આમ રાણપુર ખાતે દર મહીનાના પહેલા મંગળવારે ફ્રી નેત્રદાન કેમ્પનુ આયોજન કરવામાં આવે છે જેમા રાણપુર શહેર અને તાલુકાના નેત્રને લગતા દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...