• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • An Attack Took Place In Front Of The Library In Botad Demanding The Removal Of Construction Materials; 2 Persons Injured And Transported For Treatment

સામાન્ય બોલાચાલી બાદ હુમલો:બોટાદમાં લાયબ્રેરી સામે ચાલતા બાંધકામના મટીરીયલ હટાવવાનું કહેતા હુમલો થયો; 2 વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેરમાં આવેલ લાયબ્રેરી પાસે નજીવી બાબતે 2 લોકોને માર મારતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા. બોટાદ શહેરના છત્રીવાળા ખાચામાં આવેલા લાઇબ્રેરી પાસે સામાન્ય બોલાચાલીમાં 2 વ્યક્તિઓ ઉપર જીવણ હુમલો કરવામાં આવ્યો.

બોટાદ શહેરમાં લાયબ્રેરી સામે હાલ માહિતી મુજબ હોસ્પિટલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઈ બિલ્ડીંગ મટિરિયલ્સ રોડ પર વિખરાયેલું હતું. જે હટાવવાનું કહેતા માહિતી મુજબ, ડો.એલ.ડી.મકવાણા અને તેના પિતા દ્રારા (1) વિશાલભાઈ શેઠ (2) અને ધર્મેશભાઈ શેઠ નામના બંને વ્યક્તિઓ ઉપર બોલાચાલી બાદ હુમલો કરાયો હતો.

સ્થાનિકો પાસેથી મળેલ માહિતી મુજબ, ડો. એલ.ડી. મકવાણા અને તેમના પિતા દ્રારા વિશાલભાઈ શેઠ અને ધર્મેશભાઈ શેઠ પર હુમલો કરતા બંનેને સારવાર માટે પ્રથમ બોટાદની સરકારી સોનાવાલામાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વધુ ઇજાના કારણે બંનેને ભાવનગર રીફર કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...