બોટાદ પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ શાંતિ સમિતિની બેઠક શહેરના હિન્દૂ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યાં હાજર. શહેરમાં ઉજવાતા હિન્દૂ મુસ્લિમમાં જોવા મળે છે ભાઈચારો. ત્યારે આગામી દિવસોમાં આવનાર મોહરમમાં પણ ભાઈચારો જોવા મળે તેને લઈ યોજાઈ હતી શાંતિ સમિતિની બેઠક.
હિન્દૂ-મુસ્લિમના તહેવારો ભાઈચારા સાથે ઉજવાય છે
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા હોય કે મોહરમ હોય કે અન્ય હિન્દૂ તેમજ મુસ્લિમના તહેવારો હોય તે શાંતિ પૂર્ણ માહોલમાં આયોજન થાય તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કાયદાના ભંગ કર્યા વગર કરવામાં આવે તેને લઈ હિન્દૂ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિના આયોજન સાથે બેઠક બોલાવવા આવતી હોય છે. ત્યારે આજે બોટાદ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી અને જિલ્લામાં જે રીતે તમામ તહેવારો ભાઈચારા સાથે ઉજવાતા હોય. તે રીતે મોહરમનો પ્રસંગ પણ કોમી એખલાસના ઉત્તમ ઉદાહરણ સાથે થાય તેવી મહત્વની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.
કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે અંગે ખાસ ધ્યાન અપાશે
બોટાદ ડી.વાય.એસ.પી. તેમજ બોટાદ ટાઉન પી.આઈ.ની આગેવાનીમાં યોજાયેલ શાંતિ સમિતિની આજની મીટીંગમાં થયેલ ચર્ચા ના અંતે હાજર તમામ હિન્દૂ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ગંભીરતાથી લઈ અત્યાર સુધીમાં કોઈપણ તહેવાર હોય હંમેશા ભાઈચારો જોવા મળે છે. તે જ રીતે મોહરમ પ્રસંગમાં પણ જોવા મળશે કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે પણ તમામ આગેવાનો દ્વારા ધ્યાન રાખી આયોજન કરવામાં આવશે તેવું ચર્ચા ના અંતે આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.