બોટાદ શહેરના ગઢડા રોડ ઉપર આવેલા ભગવાનપરા વિસ્તારની સરકારી શાળા પાસે ટ્રક તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 55 વર્ષીય આધેડ બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. તેમજ ટ્રક ચાલક ત્યાં અકસ્માત બાદ સ્થળ પર હાજર જ હોય પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી ટ્રક ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા ભગવાનપરા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળા નજીક ટ્રક તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવારને ગંભીર પ્રકારની ઈજા થતા ઘટના સ્થળ પર જ બાઈક ચાલકનું મોત નીપજ્યું હતુ, ઘટનાને લઇ આસપાસના વિસ્તારમાં તેમજ રોડ પરથી પસાર થતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. ઘટનાની જાણ બોટાદ પોલીસના થતાં બોટાદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. હાદમાં 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી મૃતકને પીએમ અર્થે સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.