તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શન:અખાત્રીજ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે આમ્રોત્સવનો શણગાર કરાયો

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તોએ ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી

બોટાદ જીલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ ખાતે આવેલ જગ વિખ્યાત શ્રી સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી ના માર્ગદર્શન હેઠળ આજરોજ અક્ષયતૃતીયા, અખાત્રીજના પાવન પુણ્યશાળી દિવસ નિમિત્તે સાળંગપુર હનુમાનજી દાદાના દરબાર માં ભવ્ય આમ્રોત્સવ નો શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં સવારે ૫ કલાકે મંગળા આરતી, સવારે ભવ્ય શણગાર આરતી કરવામાં આવી હતી.

તેમજ વિશેષમાં આમ્રોત્સવ આરતી સવારે કરવામાં આવી હતી, હનુમાનજીદાદાને વિવિધ જાતની કેરીઓથી શણગાર કરવામાં આવ્યો હતો, આ આમ્રોત્સવ ના દિવ્ય શણગાર ના ઓનલાઈન દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્ય માં કોરોનામાં મૃત્યુ પામેલા ભક્તોના મોક્ષાર્થે આજથી તા.14/5/2021 થી 24/5/2021 સુધી દરોજ રાત્રે 8 થી 11:30 સુધી વ્યાસપીઠ પર પુજ્ય શાસ્ત્રી સ્વામીહરીપ્રકાસદાસજી (અથાણાવાળા)ના બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે, કથા ફક્ત ભક્તોના મોક્ષાર્થે રાખવામાં આવેલ છે.

આ શ્રીમદ્ ભાગવત કથા ઓનલાઈન સાળંગપુર મંદીરની વેબસાઈડ ઉપર નિહાળવા સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તેમજ ડી.કે.સ્વામી(પુજારી સ્વામી)એ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...