• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Amreli Bhavnagar Police Team In Botad; An Investigation Team Has Been Formed By The Range IG, The Investigation Will Be Carried Out In Full Swing

લઠ્ઠાકાંડ બાદ પોલીસ સક્રિય:અમરેલી-ભાવનગર પોલીસની ટીમ બોટાદમાં; રેન્જ IG દ્વારા ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી, પૂરજોશમાં તપાસ હાથ ધરાશે

બોટાદ9 દિવસ પહેલા
  • ફરજમાં બેદરકારીના કારણે કેટલાક અધિકારીઓની બદલી તેમજ કેટલાકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં 25 જુલાઈના રોજ સર્જાયેલ લઠ્ઠાકાંડે સમગ્ર દેશમાં ચકચાર મચાવી. લઠ્ઠાકાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી ફરજમાં બેદરકારીના કારણે 2 SPની બદલી ,2 DYSP સસ્પેન્ડ, 2 PSI સસ્પેન્ડ ,CPI સસ્પેન્ડ કર્યા બાદ LCB તેમજ SOG સહિત કુલ 12 પોલીસ કર્મચારીને બદલી કરવામાં આવેલ છે. જેના કારણે સમગ્ર પોલીસ આલમમાં ફફડાટ મચી ગયો છે.

ભાવનગર-અમરેલી પોલીસ તપાસમાં મદદ કરશે
ઇન્વેસ્ટિગેશન ટીમમાં બોટાદ,ભાવનગર અને અમરેલી પોલીસની ટીમો મદદ તપાસમાં મદદ માટે બોલાવવામાં આવી છે. બોટાદ ભાવનગર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ ઇન્વેસ્ટિગેશનની ટીમ બનાવવામાં આવી છે. જેમાં બોટાદ એલ.સી.બી. પી.આઈ. અમિત દેવધા, બોટાદ પી.આઈ. જે.બી.પંડિત. અમરેલી પી.એસ.આઈ. પ્રકાશ ચાવડા,ભાવનગર પી.એસ.આઈ. એન.જી.જાડેજાની ટીમો હાલ અલગ અલગ દિશામાં કાર્યરત છે.

પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. ને સસ્પેન્ડ બાદ કોણ જવાબદારી પર
બોટાદ ડી.વાય.એસ.પી. એસ.કે.ત્રિવેદી તેમજ બરવાળા પી.એસ.આઈ. ભગીરથસિંહ વાળાને સસ્પેન્ડ બાદ ડી.વાય.એસ.પી. એમ.ડી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ હાલ બરવાળા પોલિસ સ્ટેશનમાં પી.એસ.આઈ. આર. કે. ગોહેલને ચાર્જ આપવામાં આવેલ છે, તો રાણપુર પોલિસ સ્ટેશનમાં પાળીયાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.વાય.એ ઝાલાને ચાર્જ આપવામાં આવેલ તેમજ સંવેદનશીલ વિસ્તાર માટે 1 ટિમ એસ.આર.પી.ની પણ નિમણુક કરવામાં આવી છે.

અન્ય પોલીસ કર્મચારીઓ તપાસ અર્થે ફિલ્ડમાં
પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ફરજ પર બેદરકારીના કારણે રાણપુર અને બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસ.ઓ.જી. તેમજ એલ.સી.બી. સહિત 12 પોલીસ કર્મચારીની બદલી બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ કામ સિવાય બેસવું નહિ તેવા તેવું પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યું છે. હાલ તો પોલીસ અલગ અલગ ટીમોમાં અલગ અલગ દિશામાં તપાસ ના કામ સાથે જોડાયેલ હોવા​​​​​​​થી પોલીસ સ્ટેશનમાં જરૂરી સ્ટાફ જ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...