તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:રાણપુર તાલુકામાંથી બે બ્રાન્ચ કેનાલ પસાર થાય છે છતાં ખેડૂતો સિંચાઇના પાણીથી વંચિત

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદાની લીંબડી બ્રાંચ કેનાલમાં 41 નંબરનો ગેટ બંધ હાલતમાં - Divya Bhaskar
નર્મદાની લીંબડી બ્રાંચ કેનાલમાં 41 નંબરનો ગેટ બંધ હાલતમાં
  • 31 મી સુધી પાણી છોડવામાં નહીં આવે તો આંદોલન કરીશું : ખેડૂતો
  • નર્મદાની લીંબડી બ્રાંચ કેનાલમાં 41 નંબરનો ગેટ બંધ હાલતમાં

રાણપુર તાલુકાના ગામડાઓમાંથી નર્મદાની બે કેનાલો પસાર થાય છે પરંતુ ખેડૂતોને પાક માટે સિંચાઈની તાતી જરૂરિયાત હોવા છતાં તંત્ર દ્વારા આ કેનાલોમાં પાણી છોડવામાં ન આવતા હવે ખેડૂતોએ અંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોનાં પાકને ચિંચાઈના પાણીની તાતી જરૂરિયાત હોય રાણપુર તાલુકામાંથી નર્મદાની લિંબડી અને બોટાદ બ્રાંચ બે કેનાલ નીકળે છે.

પરંતુ આ કેનાલો ખાલીખમ હોવાથી પાણી છોડવા માટે ખસ, નાનીવાવડી, સુંદરીયાણા, ચંદરવા, ઉંચડી, મોટીવાવડી સહિતનાં ગામડાનાં ખેડૂતોએ આ કેનાલમાં પાણી છોડવા માટે તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા પાણી છોડવામાં ન આવતા આ વિસ્તારનાં ખેડૂતોઓ તા. 31 ઓગષ્ટ સુધીમાં જો પાણી નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ કેનાલ રાણપુર અને ધંધુકા તાલુકામાંથી પસાર થાય છે. જેમાં ચંદરવા, સુંદરીયાણા, ઉંચડી, સાલાસર, અણીયાળી, સહિતનાં ગામો આવે છે. આ કેનાલ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે જે અંગે ખેડૂતોએ ચુડા તાલુકાના ગામડાઓમાં જઇ તપાસ કરતા આ કેનાલ બે કાંઠે વહે છે પરંતુ ભગુપુર ગામ પાસે 41 નંબરનો ગેઇટ ખોલવામાં આવે તો આગળનાં ગામડાનાં ખેડૂતોને સિંચાઈનાં પાણીનો લાભ મળી શકે પરંતુ તંત્રને રજૂઆત કરવા છતાં આ ગેઇટ ખોલવામાં આવતા નથી જો ગેટ નહીં ખોલવામાં આવે તો આવનાર દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.

બોટાદ કેનાલનું ભોગાવો નદીમાં રીપેરિંગ કામ
રાણપુર પાસેથી પસાર થતી નર્મદાની બોટાદ બ્રાંચ કેનાલ રાણપુર પાસે ભોગાવો નદીમાં કેનાલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. આ કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી ખસ, નાનીવાવડી, મોટીવાવડી, અળવ, બગડ સહિતનાં ગામડાનાં સિંચાઈનાં પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતોએ આ રીપેરીંગ કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી કેનાલ શરૂ કરવા વારંવાર રજૂઆતો કરવા છતાં આ કેનાલનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી ખેડૂતોનો ઉભો પાક બળી જશે માટે 31 ઓગષ્ટ સુધીમાં આ કેનાલ ચાલુ નહી કરવામાં આવે તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...