તાબડતોબ કામે લાગ્યું તંત્ર:ધોલેરામાં ઈલેક્ટ્રિક શોક લાગતાં મોરનું મોત થયા પછી તંત્રની ઊંઘ ઊડી

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીઈબી તંત્ર દ્વારા કવર સાથેના કેબલ નાખવાની કામગીરી કરી

ધોલેરા શહેરમાં ટીસી સાથેના વિજપોલ ઉપર ખુલ્લા વાયરોને લીધે વારંવાર પક્ષીઓ અડી જતા મોતને ભેટે છે ત્યારે થોડા દિવસ પહેલા એક મોર આ વિજપોલ ઉપર ખુલ્લા વાયરને અડી જતા 2 મોરના મોત થયા હતાં. ત્યારે ગ્રામપંચાયત સરપંચ અને ઉપસરપંચ દ્વારા આ વિજપોલ ઉપર ખુલ્લા વાયરને કવર દ્વારા ઢાકવામાં આવે તેવી જી.ઈ.બી તંત્રને રજુઆત કરાઈ હતી.

અમદાવાદ જિલ્લાના શહેરના મુખ્ય માર્ગ બાબરિયા શેરી પ્રાથમિક સ્કૂલ પાસે બટુકસિંહ ચુડાસમાના મકાન પાસે તેમજ બુધાભાઈના મકાન પાસે શેરીમાં વિજપોલ સાથે ટ્રાન્સફોરમ આવેલ છે આ ટ્રાન્સફોરમના વિજવાયર ખુલ્લા હોવાથી ત્યાં પક્ષીઓ અડી જતા વારંવાર મોત નિપજતા હોય છે થોડા દિવસ પહેલા આ વિજ વાયરને અડી જવાથી મોરનું મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બરે વહેલી સવારનાં 5 કલાકે આ ખુલ્લા વાયર વાળા વિજપોલ સાથે રાષ્ટ્રીય પક્ષી મોર અડી જતા તેનું મોત નિપજ્યુ હતું.

આ ઘટનાના સમાચાર દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થતા અને ગ્રામપંચાયત ઉપસરપંચ ઘનશ્યામસિંહ ચુડાસમા દ્વારા જી.ઈ.બી. તંત્રને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે જી.ઈ.બી. તંત્ર દ્વારા 11 KVના ખુલ્લા વાયરોને કાઢી તેની જગ્યાએ નવા કવર સાથેના વાયરો નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામા આવી હતી. આમ રાષ્ટ્રીય પક્ષી મોરનું શોર્ટ લાગવાથી મૃત્યુ થતા તંત્ર નિંદ્રામાથી જાગી તાબડતોબ કામે લાગી ગયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...