• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • After The Lathka Incident, BJP Leaders Distributed Food Grains, Congress Attacked The Government, Lalit Kaghara Said 'This Is Not Chemical, It Is Lathka'.

ભાજપ-કોંગ્રેસ રોજિદમાં:લઠ્ઠાકાંડ બાદ ભાજપ નેતાઓએ કર્યુ અનાજ વિતરણ, તો કોંગ્રસે સરકાર પર કર્યા આકરા પ્રહાર, લલીત કગથરાએ કહ્યું- 'આ કેમિકલ નથી લઠ્ઠો જ છે'

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષના બાળકને ભાજપે દત્તક લીધો
  • લલિત કથગરા અને રાજેશ ગોહિલે એક મહિનાનો પગાર પીડિતોને આપવાની જાહેરાત કરી

ગુજરાત રાજ્યમાં લઠ્ઠાકાંડે હાહાકાર મચાવ્યો છે. બરવાડા તાલુકાના રોજિદ સહિત 8 ગામોમાં અત્યાર સુધી 57 લોકોના મોત થયા છે. હજુ પણ 97 લોકો સારવાર હેઠળ છે. ત્યારે 25 તારીખની ઘટના બાદથી વિવિધ પક્ષોના નેતાઓ-કાર્યક્રરો પીડિત ગામોની મુલાકાત લઈ રહ્યાં છે. આપ-કોંગ્રેસ બાદ હવે ભાજપના નેતાઓ પણ રોજિદ ગામે પહોંચ્યાં હતા અને મૃતકોના પરીવારજનો સાથે સાંત્વના પાઠવી તેમજ અનાજ કિટનું વિતરણ કરી બાળકને દતક લેવાની જાહેરાત કરી હતી, તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરા પહોંચ્યા હતા અને લઠ્ઠાકાંડ મુદ્દે સરકાર કરતાં જણાવ્યું હતુ કે, આ કેમિકલ નથી લઠ્ઠો જ છે.

કોંગ્રેસ ધારાસભ્ય લલીત કગથરા અને અન્ય સાથી નેતાઓએ મૃતકોના પરિવારજનોની મુલાકાત કરી
કોંગ્રેસ ધારાસભ્ય લલીત કગથરા અને અન્ય સાથી નેતાઓએ મૃતકોના પરિવારજનોની મુલાકાત કરી

કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર
લઠ્ઠાકાંડને લીધે બરવાળા તાલુકાના રોજિદ ગામમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. ત્યારે આજે કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ ઋવીક મકવાણા, ધારાસભ્ય પ્રતાપ દુધાત, ધારાસભ્ય લલીત કગથરા, ધારાસભ્ય રાજેશ ગોહિલ સહિતના નેતાઓ મૃતક પરિવારની લીધી મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. મુતર્ક પરિવારોની મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં લલિત કગથરાએ નિવેદન આપ્યું કે, આને કેમિકલ ના કહે સરકાર આ લઠ્ઠાકાંડ જ છે. વેચવા વાળાએ તેને દારૂ સમજીને જ વેચ્યો હતો અને પિવા વાળાએ તેને દારૂ સમજીને જ પિધો હતો, તેથી તેને કેમિકલનું નામ આપી સરકાર છટકવાનું પ્રયાસ ના કરે. કેમિકલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હું માંગ કરૂ છું. સાથે જ પીડિતો પરિવારોને સરકારે તાત્કાલિક સહાય આપવી જોઈએ. આ સાથે ધારાસભ્ય લલિત કથગરા અને રાજેશ ગોહિલે એક મહિનાનો પગાર પીડિતોને આપવાની જાહેરાત કરી હતી.

ભાજપ પ્રભારી સુરેશ ગોધાણીએ 4 વર્ષના બાળકને દત્તક લેવાની જાહેરાત કરી
ભાજપ પ્રભારી સુરેશ ગોધાણીએ 4 વર્ષના બાળકને દત્તક લેવાની જાહેરાત કરી

અમરેલી ભાજપ પ્રભારી પહોંચ્યા રોજિદ ગામ
બરવાળાના રોજિંદ ગામે મુતર્કના પરિવારજનોની ભાજપ નેતાઓએ મુલાકાત લીધી હતી, અમરેલી ભાજપ પ્રભારી સુરેશ ગોધાણી, જિલ્લા ભાજપ મહામંત્રી પોપટ અવૈય, તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોવડી મંડળ હાજર રહ્યું હતું. તેમજ ભાજપના કાર્યક્રરોએ મુતર્કના પરિવારને સહાય મળી રહે તે માટે તેમને આનાજ કીટનું વિતરણ પણ કર્યું હતું. તેમજ સુરેશ ગોધાણી જણાવ્યું હતું કે, દિનેશભઈના 4 વર્ષના બાળકને અમે દત્તક લીધો છે. તે બાળકના ઉચ્છેરનો સમગ્ર ખર્ચ ભાજપના કાર્યક્રરો દ્વારા કરવામાં આવશે.

બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા
બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા

લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 57 લોકોના મોત
25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...