વ્યાજ ખોરો નો ત્રાસ:વસઈમાં 40 હજાર ઉછીના આપી લાખો વસૂલી ઉઘરાણી કરતાં મહિલાએ દવા પીધી

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજનું વ્યાજ ગણી ફરિયાદીના 15 તોલાના દાગીના ગીરવે મૂકાવ્યા હતા

વસઈમાં મહિલાએ મહિલા મિત્રને 40 હજાર રૂપિયા ઉછીના આપી વ્યાજનું વ્યાજ ગણી ફરિયાદી મહિલાના પંદર તોલાના દાગીના ગીરવે મુકાવી વેચાણ કરાવી બારોબાર રૂપિયા લઈ તેમજ અલગ અલગ લોનો અપાવી હપ્તા ભરવા દબાણ કરતા કંટાળી ફરિયાદી મહિલા મિત્રે ઘઉં મા નાખવાની સેલફોસ ની દવા પી લીધી છે.ફરિયાદી મહિલાએ ઉછીના નાણાં આપનાર મહિલા અને તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. દસક્રોઈના વસઇ દરબાર વાસ મા રહેતા મીનાક્ષીબેન ચૌહાણ ને તેઓના ગામનીજ મહિલા મિત્ર હેમલતાબેન ભરતસિંહ ચાવડાએ સોનાના ઘરેણાં બનાવવા 40 હજાર રૂપિયા ઉછીના આપેલા ત્રણ મહિના બાદ હેમલતાબેને વ્યાજનું વ્યાજ ગણી 1 લાખ માગેલા આથી મીનાક્ષીબેને 50 હજાર રોકડા ચૂકવ્યા છતાં મૂડી બાકી રાખી વ્યાજનું વ્યાજ ગણતા મહિલાએ સોનાના ઘરેણાં બારેજા ફાયનાન્સ કંપનીમાં મુકતા 170000 આવેલા તે વ્યાજ પેટે ચૂકવી આપેલ .

ગીરવે મુકેલ દાગીના મહિલાએ કાકાના દીકરાનું લગ્ન આવતા 2 લાખ આપી છોડાવ્યા જેની જાણ થતાં પાછું મૂડી વ્યાજ માગતા દાગીના પાછા ગીરવે મૂકી 2 લાખ લીધા તે પણ નાણાં આપનાર હેમલતાબેને લઈ લીધા.આમ અવારનવાર સોનુ ગીરવે મુકાવી,લોન લેવડાવી લોનના પૈસા હેમલતાબેન અને તેઓના પત્ની ભરતસિંહ લઈ લેતા અને વ્યાજનું વ્યાજ ગણી લાખોની ઉઘરાણી કરતા મીનાક્ષીબેને બપોરના સમયે ઘરમાં એકલા હતા ત્યારે પૂજારી પાસેથી મગાવેલી સેલફોસ ની દવા પી ,આપવીતીની ચિઠ્ઠી લખી પતિ ,બે ભાઈ તેમજ નણંદ,જેઠાણી ને વોટ્સએપ કરતા જેઠાણીએ વાચી અને ઘેર દોડી આવતા મીનાક્ષીબેનને હોસ્પિટલમાં દાખલ કરાયેલ.સારવાર બાદ સ્વસ્થ થતા મીનાક્ષીબેને હેમળતાબેન તેમજ તેઓના પત્ની ભરતસિંહ ચાવડા વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...