સુવિધા:ભાવનગર અને બાંદ્રા વચ્ચે વધારાની વિશેષ ટ્રેન દોડાવાશે

બોટાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશેષ ટ્રેનની 2 ટ્રીપ દોડાવાશે

રેલવે મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેનની 2 ટ્રીપ દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 2 ટ્રીપ્સ, ટ્રેન નંબર 09006 ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી શનિવારે, 26 ફેબ્રુઆરી, 2022 ના રોજ 17.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.40 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ છે.

ટ્રેન નંબર 09005 અને 09006 માટે બુકિંગ 15મી ફેબ્રુઆરીથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનમાં વિશેષ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPનું પાલન કરવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...