બરવાળા કેમિકલ કાંડ મામલો:આરોપીઓ વિરુદ્ધ કલમો ઉમેરવાની અરજી કોર્ટ દ્વારા મંજૂર; IPCની 304, 34, 120 જેવી કલમોનો વધારો કરવામાં આવ્યો

બોટાદ6 દિવસ પહેલા

બરવાડા કેમિકલ કાંડના આરોપીઓ વિરુદ્ધ આજે કોર્ટમાં હિયરીંગ હતું. જેમાં ભાવનગરના નામી વકીલ ઉત્પલ દવેની સરકારી વકીલ તરીકે નિમણૂક કરાઈ હતી. કોર્ટની કાર્યવાહીમાં આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો ઉમેરવાની એક અરજી ફાઈલ કરવામાં આવી હતી. જે અરજીને નામદાર કોર્ટ દ્વારા સ્વિકારવામાં આવી છે અને હવે આરોપીઓ વિરુદ્ધ કલમોમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે આરોપીઓને વધુ કડક સજા મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કઈ-કઈ કલમોનો વધારો કરાયો
વકીલની રાજુઆત બાદ આઈ.પી સી.કલમ 304, 34,120,201,202,118,284 અને 308 તેમજ પ્રોહીબેસન કલમ 81 અને 83 કલમ ઉમેરવાની માગણી કરતા નામદાર કોર્ટ તમામ કલમ મજૂર કરવામાં આવી છે.

પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સર્જાયેલ લઠ્ઠાકાંડને લઈ સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી હતી. રાજ્ય સરકાર તેમજ ગ્રહવિભાગની સૂચના મુજબ ગંભીરતા દાખવી રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ તેમજ તે સમયના બોટાદ જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અલગ-અલગ ટિમો બનાવી આરોપીની ધરપકડ હાથ ધરી હતી. કેમિકલ કાંડની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસની અલગ-અલગ ટિમો દ્વારા અનેક લોકોને શંકાના દાયરામાં પૂછપરછ માટે અટકાયત કરેલ પૂછપરછ દરમિયાન ગુનામાં સામેલ હોવાથી તેવા 14 લોકો વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુન્હો દાખલ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વકીલ દ્વારા અરજી દાખલ કરાઈ હતી
બરવાળા કેમિકલ કાંડમાં ખાસ સરકારી વકીલ તરીકે ભાવનગરના નામી એડવોકેટ ઉત્પલ દવેની નિમણૂક કરવામાં આવેલ હતી. આજે આરોપી વિરુદ્ધ હિયરિંગ હોય ઉત્પલ દવે દ્રારા કેશની વિગતો મેળવી કલમ વધારાની અરજીના આધારે નામદાર કોર્ટમાં કલમ વધારા માટે અરજી દાખલ કરવામાં આવેલ જેના પગલે નામદાર કોર્ટ દ્વારા અરજી ગ્રાહ્ય રાખી આઈ.પી.સી. તેમજ પ્રોહીબેશન હેઠળ કલમનો ઉમેરો કરવામાં આવેલ છે.

લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 57 લોકોના મોત
25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...