ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન:બોટાદ બેઠકના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીનો સમર્થન આપતા કાર્યકરોએ જીતની આશા વ્યક્ત કરી

બોટાદએક મહિનો પહેલા

બોટાદ વિધાનસભા બેઠક 107 પર જામ્યો ચૂંટણી જંગ . એક તરફ વિરોધ તો એક તરફ ઉમેદવારના સમર્થનમાં આવ્યા કાર્યકરો આગળ આવ્યા છે. ત્યારે ઉમેદવાર જણાવવામાં આવ્યુ હતુ કે, ભાજપ શિસ્તમાં માનનાર પાર્ટી છે, ટિકિટ માંગવાનો હક તમામને છે. પણ વિરોધ કરવો યોગ્ય ન કહેવાય. ઉમેદવાર દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકોના પ્રાથમિક કાર્યો કરવામાં આવશે તેવું ઉમેદવારે જણાવ્યું ​​હતું​​​​​.

બોટાદ 107 વિધાનસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ સામે ભાજપનો વિરોધ હાલ જોવા મળે છે. બોટાદ 107 બેઠક પર ઘનશ્યામ વિરાણીના નામની પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવી છે. ત્યારે હાલ તો એક જૂથ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારનો વિરોધ તો બીજી બાજુ અન્ય કાર્યકરો દ્વારા સમર્થન આપવામાં આવે છે. ત્યારે એક જ દિવસમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે અલગ અલગ દ્રશ્ય જોવા મળ્યા હતા. એક બાજુ વિરોધ અને બીજું બાજુ સમર્થન, ત્યારે આજે ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમાં આવેલા કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ અન્ય જિલ્લા તાલુકાના સંગઠનના કાર્યકરો આવ્યા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અને ઉમેદવારના સમર્થનમાં નારા લગાવ્યા ​​​​​​​હતા. તેમજ ઉમેદવાર દ્વારા પણ જીતની આશા કરી વ્યક્ત અને જીત બાદ પ્રાથમિક સુવિધાના કામ કરવાની ખાત્રી આપી ​​​​​​​હતી.

અન્ય સમાચારો પણ છે...