કાર્યવાહી:વીજ થાંભાલાનો ગેરકાયદે ઉપયોગ કરાશે તો કાર્યવાહી

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ થાંભાલાનો તાર ફેન્સીંગ, વાડીએ, ઓરડી, કૂવામાં ગેરકાયદે ઉપયોગ કરાય છે

બોટાદ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા સરકારની જુદી જુદી યોજનાઓ તેમજ નવા વિજ જોડાણો આપવા માટે કામગીરી કરવા માટે નવી વિજ લાઈનો ઉભી કરવાની જરૂરિયાત રહેતી હોય છે, વિજ કંપની દ્વારા આવા કામો કરવા માટે જુદા જુદા લોકેસનો પર સિમેન્ટના વિજ થાંભલાઓ ઉતારવામાં આવ્યા છે. જે વિજ થાંભલાનો અમુક લોકો પોતાની અંગત જરૂરિયાત માટે ગેરરીતી આચરીને અનાધિકૃત રીતે પોતાની વાડીઓમાં કુવામાં, વાડીયે ઓરડી/ઢાળિયું બનાવવામાં તેમજ વાડીની ફરતે ફેન્સીંગ માટે ઉપયોગ કરતા હોય છે.

આમ ગેરકાયદેસર રીતે વિજ થાંભલાનો ઉપયોગ કર્યો ત્યારે, વિજ કંપનીના અધિકૃત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તે સમયે આવા અંગત કામમાં વપરાયેલ વિજ પોલ માટેની માલિકી જે તે વ્યક્તિ સિદ્ધ નહિ કરી શકે તો પીજીવીસીએલ કંપની દ્વારા આવા વ્યક્તિની વિરુદ્ધમા ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ પડશે.

જેની બોટાદની જાહેર જનતાએ નોંધ લેવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના અધિક્ષક ઈજનેર વર્તુળ કચેરી બોટાદે જણાવ્યું છે. કેટલાક ખેડૂતો વીજ થાંભલાને પોતાની વાડીએ અવર જવરનો રસ્તો બંધ કરવા તથા કૂવામાં તેનો ઉપયોગ કરાય છે. જે ગેરકાયદે હોવાથી તેનો ઉપયોગ ન કરવા આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...