ધરપકડ:બોટાદમાં 75 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર કરી લૂંટ કરવાના કેસનો આરોપી ઝબ્બે

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ભરૂચ પહોંચે તે પહેલાં 10 કલાકના સમયગાળામાં ઝડપી લેવાયો
  • વિધવા સહાય અપાવવાના બહાને બરવાળાનો શખસ બાઇક પર નિર્જન સ્થળે લઇ ગયો હતો

બોટાદમા ભાનગર રોડ પર રહેતા 75 વર્ષના વૃદ્ધાને વિધવા સહાયનુ ફોર્મ ભરવાનુ બહાનુ કાઢી અજાણ્યો ઇસમ અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારી લુંટ કરનારા આરોપીને બોટાદ પોલીસે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ શહેરમાં રહેતા ઉવ-75 વર્ષીય વૃદ્ધ મહિલાને બુધવારના રોજ સવારના તેની દીકરી એકટીવા લઈને ભાવનગર રોડ ,ફાટક પાસે, તાજપર જવાના રસ્તે ઉતારી તે ભાંભણ જવા નીકળ્યા હતા. અને વૃદ્ધા તેમના ઘરે જતા હતા ત્યારે સવારના દસ વાગે ભાવનગર રોડ, મહાકાળી ફર્નિચર પાસે પહોંચતા એક અજાણ્યા બાઇકચાલકે બાઇક લઈને પાછળથી આવ્યો હતો. કહ્યું હતું કે ફોન લાવો વિધવા સહાયના ફોર્મમાં તમારી સહી બાકી છે. તમને સહાય મળે જેથી વૃદ્ધાએ તેમનો ફોન આપતા ફોનમાંથી તેના ફોનમાં ફોન કરી વૃદ્ધાનો નંબર લઇતે જતો રહ્યો હતો ત્યારબાદ બારેક વાગ્યાના અરસામાં વૃદ્ધા પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હમણાં મેં તમારો નંબર લીધો એ ભાઈ બોલું છું તમે રોડે છાયામાં ઉભા રહો હું તમને લેવા આવું છું અને અડધી કલાક બાદ અજાણ્યો માણસ બાઇક લઈને આવી ગઢડા રોડે ખોડીયાર મંદિર આવેલ છે ત્યાં લઇ ગયો હતો.

બાદ ખસ રોડ ઉપર આવેલી નિર્લજ્જ જગ્યાએ ગામની બહાર લઇ ગયો હતો. ત્યાં વૃદ્ધાએ પહેરેલ સોનાના ઘરેણા કિંમત રૂપિયા 9000ની લુટ કરી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સી.સી ટીવી. મદદથી આરોપી હસમુખ વાલજી વાઘેલા (રહે બરવાળા)ને પોલીસે આરોપીને ટ્રેક કરી બોટાદ પોલીસ સ્ટેશનની અને એલ સી.બી ની અલગ અલગ ટીમો બનાવી આરોપીની પાછળ મોકલતા આરોપી ભરૂચ તરફ જઇ રહ્યો હોવાની માહિતી મળતા ભરૂચ એસ.ઓ જી પી. આઇ રાઠોડની ટીમ દ્વારા નાકા બંધી કરાવી તેમની મદદથી આરોપી હસમુખ વાઘેલાને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...