તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ગઢડામાં બાળકીને અડપલા કરનારા આરોપીને 3 વર્ષની કેદ

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકી માતા તથા સગા સાથે પવિત્ર જગ્યાએ દર્શન માટે ગઇ હતી તે દરમિયાન આરોપી હેરાન કરતો હતો

ગઢડામાં ચાર વર્ષ પહેલા માનસિક વિકૃતિ ધરાવતા અરાધમ યુવકે સગીર બાળકીને શારીરિક અડપલા કર્યા હતા જે બાબતે ગઢડા ગઢડા પોલીસે નરાધમ યુવક વિરૂદ્ધ ગુનો નોંધી બોટાદ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં બોટાદ કોર્ટે આરોપીને આરોપીને ત્રણ વર્ષની સખદ કેદની સજા ફટકારી છે અને ભોગગ્રસ્ત બાળકીને રૂ. 26000નું વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં એક સગીરા તેના પરિવારજનો ગઢડામાં આવેલા મંદીરમાં દર્શન માટે ગયા હતા ત્યારે સગીર બાળકી લેડીઝ ટોયલેટમાં લઘુશંકા કરવા માટે ગઈ હતી.

ત્યારે મનીષ હરિશંકરભાઈ નાગદાન નામના શખ્સે સગીર બાળકીને જેન્ટસ ટોયલેટમાં ખેંચી લઈ જઈ તેની સાથે છેડછાડ કરી હતી તે દરમ્યાન બાળકીના માતા આવી જતા વધુ ભોગ બનતા બચી ગઇ હતી. અને આરોપી મનીષ પકડી તેની સામે ગઢડા પોલિસ સ્ટેશન ખાતે પોસ્કોની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. અને આ અંગે તપાસકર્તા પોલિસ અધીકારીએ ચાર્જશીટ રજુ કરી હતી જે અંગે પોક્સો કેસ બોટાદના એડિ.એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ વિ.બી.રાજપુતની કોર્ટમાં કેસ ચાલતા આ કામમા સેશન્સ કોર્ટમાં ફરીયાદ પક્ષે તપાસવામાં આવ્યા હતા

આ કામમાં જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાએ દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને બોટાદના એડિ.એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ વિ.બી.રાજપુતે આરોપી મનિષ હરીશંકરભાઇ નાગદાનને 3 વર્ષની સખત કેદની અને ભોગ બનનાર સગીર બાળકીને રૂ.26 હજારનુ વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...