કોર્ટનો ચુકાદો:બોટાદના કાનિયાડ ગામે ભાઇને લાકડી મારનારા આરોપીને 1 વર્ષની કેદની સજા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને ભાઇ વચ્ચે વાડીએ તાર ફેન્સિંગ ફિટ કરવા બાબતે ઝઘડો થયો હતો, બોટાદ કોર્ટનો ચુકાદો

બોટાદ તાલુકાના કાનીયાડ ગામે છ વર્ષ પહેલા વાડીએ તાર ફેન્ચીંગ કરવા બાબતે બે સગાભાઇ વચ્ચે માથાકુટ થતા સગાભાઇએ જ ભાઇને લાકડીનો ઘા મારી ઇજા પહોચાડી હતી. આ ગુનાના આરોપીને બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચિફ જ્યુડી.મેજી. એક વર્ષની કારાવાસની અને રૂ.2000નો દંડની સજા ફટકારી છે.

બોટાદ તાલુકાના કાનીયાડ ગામે ભરતભાઇ ધુડાભાઇ ડેરવાળીયા તા.30/5/2016ના રોજ પોતાની વાડીએ તાર ફેન્સિંગ ફીટ કરતા હતા ત્યારે તેમના ભાઇ ઇશ્વરભાઇ ધુડાભાઇ ડેરવાળીયા ત્યા આવીને તાર ફેન્સિંગ ન કરવા માટે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ભરતભાઇ ડેરવાળીયાને માથામાં લાકડીનો ઘા મારતા ઇજા પહોચી હતી.

આ બનાવ અંગે ભરતભાઇ ડેરવાળીયાએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ઇશ્વર ડેરવાળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. વાય.બી.રાણાએ તપાસ કરી આરોપી વિરુદ્ધ જુદી જુદી કલામો અને જી.સી. એક્ટ 135 મુજબ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી હતી.

આ કેસ બોટાદ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ ચાલી જતા ચિફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટે ફરીયાદી ભરતભાઇ ડેરવાળીયા અને તેની પત્નીનો પુરાવો અને ડોક્ટરી પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલ એસ.ઝેડ. રાજપૂતની દલીલો અને તેમને રજુ કરેલ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ આરોપી ઇશ્વર ધુડાભાઇ ડેરવાળીયાને આઇ.પી.સી. કલમ 324મા 1 વર્ષની કારાવાસની સજા અને રૂ. 2000નો દંડની સજા ફટકારી હતી અને ઇજા પહોચનાર ફરીયાદી ભરતભાઇ ધુડાભાઇ ડેરવાળીયાને આરોપી રૂ. 5000 વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...