દુર્ઘટના:ધંધુકા-બગોદરા હાઇવે પર જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત, બાળકનું મોત

બોટાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અકસ્માતમાં 8 લોકોને ઇજા પહોચતા સારવાર માટે ખસેડાયાં

ધંધુકા બગોદરા હાઇવે ઉપર ફેદરા ખાતે આવેલ ગેલોપ્સ હોટલ પાસે જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 વર્ષના બાળકનુ મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય આઠ લોકોને નાની મોટી ઇજાઓ પહોચતા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ધંધુકા બગોદરા હાઇવે ઉપર ફેદરા ખાતે આવેલી ગેલોપ્સ હોટલ પાસે તા.2/3/21ના રોજ સાંજે 5 કલાકે બોલેરો જીપ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા પાંચ વર્ષના બાળકને ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.

જ્યારે દેવજીભાઈ ગફુરભાઈ નાયક (ઉ.વ. 50 રહે.અલમપુર), ક્રિષ્ના રાજુભાઈ નાયક (ઉ.વ.16 રહે. અલમપુર), અસ્મિતા પ્રવિણભાઈ નાયક (ઉ.વ. 23 રહે. અલમપુર), સવિતાબેન ઘનશ્યામભાઈ નાયક (ઉ.વ.42), લક્ષ્મીબેન નાયક (ઉ.વ.40), કૃનાલ શૈલેષભાઈ નાયક (ઉ.વ. 13 રહે.ગોંડલ), ઘનશ્યામભાઈ બહાદુરભાઇ ઝાલાવાડી (ઉ.વ.55 રહે.ચાસ્કા), લીલાબેન નાયક (ઉ.વ. 60. રહે. ચાસ્કા)ને નાની મોટી ઇજાઓ પહોચતા ધંધુકા, ફેદરા અને પીપળીની 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ધંધુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...