દુર્ઘટના:ધંધુકા-ધોલેરા હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માત: 10ને ઈજા

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયાં

ધંધુકા ધોલેરા હાઈવે ઉપર ભડીયાદ ગામ પાસે બપોરના સમયે સામ સામે 2 કાર વચ્ચે ગમખ્વાટ અકસ્માત સર્જાતા 10 વ્યક્તિઓને ઈજા થતા 108 મારફતે ધંધુકા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની મળતી માહીતી મુજબ ધંધુકા ધોલેરા હાઈવે ઉપર તા. 11/09/22ના બપોરના સમયે 2 કાર વચ્ચે અક્સ્માત સર્જાતા કારમાં સવાર 10 લોકોને ઈજા પહોચી હતી.

જેમાં રાજેન્દ્ર દહેરા ઉ વર્ષ 39, ઉદયરાજ કાટીયા ઉ.વર્ષ 62, કદેશ ગરાસીયા ઉ.વર્ષ 42, વિરેન્દ્રસિંહ થલાલ ઉ.વર્ષ 38, રાજ સાવરીયા ઉ.વર્ષ 60, તમામ રહે ઉદેપુર રાજસ્થાન તેમજ કમલ શંકર ગોડ ઉ.વર્ષ 34 રહે.ધોલેરાને ઈજાઓ થતા ધંધુકા ,ધોલેરા,પીપળી અને ફેદરા મળી કુલ 4 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકાની આર.એમ.એસ.હોસ્પિટલમાં અને ત્યાથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...