તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:બોટાદમાં પ્રવેશ મુશ્કેલ મુખ્ય માર્ગે મસમોટા ખાડાઃ માર્ગો પર અનેક કામ ચાલી રહ્યા છે

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેરને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. ત્યારે આ પ્રવેશદ્વારમાં પ્રવેશ મેળવવો વાહનચાલકો માટે મુશ્કેલ બની ગયો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રવેશદ્વારનું કામ પૂર્ણ કરી શરુ કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

અમદાવાદ, સુરત, વડોદરા તરફથી સૌરાષ્ટ્રમાં પ્રવેશવા માટે વાહનચાલકોને બોટાદ શહેરમાંથી પસાર થવું પડે છે. માટે બોટાદને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ શહેરની હાલત હાલમાં એટલી દયનીય છે કે વાહન ચાલકોને બોટાદમાં પ્રવેશવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. બોટાદમાં પ્રવેશનો મુખ્ય માર્ગ સારંગપુર રોડ અંડર બ્રિજ નું કામ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ચાલી રહ્યું છે અને તે ક્યારે પૂર્ણ થશે જે કોઈ નક્કી નથી. કામના લીધે તંત્ર દ્વારા સબીહા હોસ્પિટલ પાસેથી જ્યોતિગ્રામ સર્કલ વાળા રોડે ડ્રાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ રોડ ઉપર હાલમાં ગટરનું કામ ચાલુ થયું છે. જેના લીધે વાહનચાલકોને નવનાળામાંથી નદીના પટમાં પોતાના વાહનો ચલાવવા પડે છે. તો ચાલુ વર્ષે પડેલા વરસાદના લીધે ઢીંચણસમા ખાડાઓ પડી ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો