યુવક પાણીમાં ગરકાવ:અશોકનગર તળાવમાં માછલાં કાઢવા પડેલા યુવકનું ડૂબવાથી મોત

રામપુરા ભંકોડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનમાં મજૂરીકામ કરતો પરપ્રાંતીય યુવક પાણીમાં ગરકાવ

દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા અશોકનગર ગામના તળાવમાં માછલા કાઢવા પડેલા પરપ્રાંતીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. દેત્રોજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દેત્રોજ પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ભંકોડા રેલવે સ્ટેશન પાસે આવેલા ગોડાઉનમાં મજૂરી કામ કરતો પરપ્રાંતીય પ્રેમસિંહ ઉર્ફે પીન્ટુ નેહાલસિંહ જાદવ અશોકનગર ગામના તળાવમાં માછલા કાઢવા જતાં તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. તેનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. તથા બનાવની જાણ થતાં રામપુરા આઉટપુસ્ટ પોલીસ સ્ટેશનના રાજુભાઈ થાવરાજી એ.એસ.આઇ સહિતની પોલીસ ટીમ અશોકનગર તળાવ ઘટના સ્થળે પહોંચી હતી. તળાવમાં ડૂબી જનાર પરપ્રાંતિય યુવકની લાશને બહાર કઢાવી પીએમ અર્થે લઈ જવાઈ હતી. આ અંગેની વધુ તપાસ રાજુભાઈ થાવરાજી એએસઆઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...