છરીના ઘા ઝીંકી યુવાનની કરાઈ હત્યા:રાણપુરના કનારા ગામમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણપુરના કનારા ગામે છરીના ઘા ઝીંકી યુવાનની કરાઈ હત્યા યુવાનની બોડીને પી એમ અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડાઇ હતી. મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના રાણપુરના કનાભાઈ વિભાભાઈ જોગરાણા(ભરવાડ) ઉ.વ.35 ને તા.23/10/2022ના રોજ સાજેં 4:00 વાગ્યા આસપાસ રાણપુરના કનારા ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા શખસો દ્વારા છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા.

યુવકને પ્રથમ રાણપુર સરકારી હોસ્પિટલે ત્યારબાદ બોટાદ સબીહા હોસ્પિટલે અને ત્યાથી બોટાદ સોનાવાલા હોસ્પિટલે લાવવમા આવ્યો હતો. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ ખાતે મૃત્યુ પામનાર યુવાનના પરિવાર અને સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા એલ.સી.બી પી.આઇ ટી.એસ.રિઝવી સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...