ફરિયાદ:બોટાદમાં તળાવ પાસે બેઠેલી યુવતી પાસે પોલીસની ઓળખ આપી 15 હજાર માંગ્યા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર જગ્યાએ ફિયાન્સ સાથે બેસવું ગુનો બને છે તેવું કહી પોલીસની ઓળખ આપી ફરિયાદ કરવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

બોટાદમાં તળાવ પાસે ફિયાન્સ સાથે બેઠલ યુવતીને બોટાદમાં રહેતો હસમુખ વિનોદભાઈ ઝાંજરૂકિયા નામના યુવકે યુવતીને જાહેર જગ્યાએ ફિયાન્સ સાથે બેસવું ગ્ન્હો છે અને હું પોલીસમાં છૂ ફરિયાદ કરીસ તેવું કહી પોલીસની ખોટી ઓળખ આપી યુવતી પાસે સમાધાનનાં રૂ.15000 માંગ કરતા બોટાદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી માહિતી મુજબ બોટાદમાં ચામુડાપાર્ક સોસાયટીમાં રહેતા ધીરૂભાઈ રાઘવભાઈ મોરડીયાની દીકરી તા.16/10/21નાં રોજ સાંજે 5.00 કલાકે તેની સગાઈ થયેલ યુવક ગૌરવ અને તેની બેહનપણી સાથે તળાવ પાસે બેથી હતી તે દરમિયાન બોટાદમાં રહેતો હસમુખ વિનોદ ઝાંજરૂકિયા ત્યાં આવીને ખોટી પોલીસની ઓળખ આપીને કહેવા લાગ્યો હતો કે ત્રણેય અહી જાહેરમાં બેઠા છો તે ગુન્હો બને છે તેમને ત્રણેયને પોલીસ સ્ટેશન લઇ જઈ કેસ કકરવાનો છે.

અને કેસ થશે તો તારા માતા પિતાને અને તારા કુટુંબને જમીન દેવા પોલીસ સ્ટેશન આવવું પડશે અને ન્યુઝ ચેનલ., ન્યુઝ પેપરમાં તમારા ફોટાઓ આવશે જેથી તારા કારણે તારા કુટુંબની આબરૂનાં ધજાગરા ઉડશે. જો ફરિયાદ નો કરાવવી હોય તો રૂ.15000 આપો તો ફરિયાદ ન થાય.

આ હકીકત યુવતીએ ફોન કરીને તેના કાકા રસિકભાઈ મોરડીયાને જણાવતા તેઓ તાત્કાલિક તળાવે પહોચી ખોટી પોલીસની ઓળખ આપનાર યુવકને મળી કહ્યું હતું કે અત્યારે મારી પાસે પંદર હજાર રૂપિયા નથી હું ત્રણ ચાર દિવસમાં વ્યવસ્થા કરી આપીશ અત્યારે આ લોકોને જવા દયો જેથી આ હસમુખ ઝાંજરૂકિયા નામ અને સરનામું લઈ જવા દીધા હતા અને તેના મોબાઈલ નંબર યુવતીના કાકાને આપ્યા હતા.

આ બાબતે રસિકભાઈ મોરડીયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં આવીને હસમુખ વિનોદ ઝાંજરૂકિયા નામાના પોલીસ અંગે પુછતાજ કરતા આ નામનો કોઈ યુવક બોટાદ જીલ્લાનાં એકપણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ન હોવાનું રસિકભાઈ મોરડીયાને જાણવા મળતા રસિકભાઈ મોરડીયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં આરોપી હસમુખ વિનોદ ઝાંજરૂકિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની ખોટી ઓળખાણ આપી લોકો પાસેથી નાણાં ઉઘરાવતી ગેંગ જિલ્લામાં સક્રિય બનતા ફફડાટ ફેલાયો છે. ત્યારે આ પ્રકારની ખોટી ધમકી આપતી નકલી પોલીસને પકડી પાડવા માટે માગ ઉઠી છે. જેનાથી કોઇ નિર્દોષ લૂં઼ટાય નહીં.

અન્ય સમાચારો પણ છે...