તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:બોટાદમાં ઉછીનાં નાણાં પાછાં માગતા યુવકને છરીના ઘા માર્યા

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હડદડના યુવકને આપેલાં નાણાં પાછાં માગતા ધમકી

બોટાદ તાલુકાના પાળીયાદ ગામે રહેતા વિક્રમભાઇ પોલાભાઇ ખટાણાએ આઠ મહિના પહેલા તેમના ટ્રકના ડ્રાઇવરમાં નોકરી કરતા ડ્રાઇવરના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યાબાદ ડ્રાઇવરે નોકરી છોડી દેતા તા. 7/2/21ના રોજ વિક્રમભાઇએ ડ્રાઇવર પાસે પૈસાની ઉઘરાણી કરતા બે યુવકોએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસ ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના પાળીયાદ ગામે રહેતા વિક્રમભાઇ પોલાભાઇ ખટાણાએ તેમના ત્યા ટ્રકમાં ડ્રાઇવરમાં કામ કરતા કલ્પેશ ઉર્ફે કલુ બાબુભાઇ જમોડના ઘરે આઠ મહિના પહેલા લગ્ન પ્રસંગ હોવાથી એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યાબાદ કલ્પેશભાઇ ટ્રકના ફેરા કરવા જતા ખોટા બહાના બતાવી હિસાબમાં નુકસાન બતાવતા કલ્પેશભાઇ ડ્રાઇવરમાંથી એક લાખ રૂપિયા આપી દેવાનો વાયદો કરી છુટા કરવામાં આવ્યા હતા છુટા કર્યા બાદ વિક્રમભાઇ ખટાણાએ અવાર નવાર ઉઘરાણી કરતા ખોટા વાયદા આપતો હતો. તા.7/2/21 ના રોજ જુના માર્કેટીંગ યાર્ડમાં વિક્રમભાઇને કલ્પેશ ઉર્ફે કલુ બાબુભાઇ જમોડ મળતા વિક્રમભાઇએ પૈસાની ઉઘરાણી કરતા કલ્પેશ જમોડે ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરવા લાગ્યો હતો. જ્યારે તેની સાથે રહેલા સંજ્ય કનુભાઇ બારૈયાએ છરી વડે ઉમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે બન્ને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધવી હતી. જેમા વિક્ર્મ પોલાભાઇ ખટાણાએ બોટાદ પોલીસ સ્ટેશનમા કેલ્પેશ ઉર્ફે કલુ બાબુભાઇ જમોડ અને સંજ્ય કનુભાઇ બારૈયા (રહે. હડદડ તા.બોટાદ) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જ્યારે સામે સંજ્યભાઇ કનુભાઇ બારૈયા (રહે. હડદડ)એ વિક્રમભાઇ પોલાભાઇ રબારી અને મુકેશભાઇ કાનાભાઇ મોરી (રહે. પાળીયાદ તા.બોટાદ) વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો