અકસ્માત:નિંગાળા ગામે વૃક્ષ કાપતાં નીચે પટકાતાં યુવકનું મોત

ગઢડા(સ્વામીના)11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરા હટકે વીડિયો બનાવવાની લ્હાયમાં જીવ ખોયો : સમગ્ર કરુણાંતિકાનો વીડિયો વાઈરલ

ગઢડા(સ્વામિના) તાલુકા ના નિંગાળા ગામે આવળ ના ઝાડ ને મજુરી કરી કટિંગ કરવા ચડેલા દેવિપુજક યુવક પર ડાળ પડતા વિચિત્ર અકસ્માત થતા નીચે પટકાતા ઘટના સ્થળેજ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવક દેવીપૂજક યુવાન મુકેશભાઇ મનજીભાઈ સાથલિયા ઉર્ફે મકોડભાઈ મનસુખભાઈ સાંથલિયા ઉંમર આશરે ૨૩ વર્ષ ના અવસાન થી ગરીબ દેવિપુજક પરિવાર પર આફત આવી પડી છે.

આ અંગેની વિગતો મુજબ નિંગાળા ગામે મજુરી કામ કરી ગુજરાન ચલાવતા દેવિપુજક પરિવાર ના મકોડભાઈ મનસુખ ભાઈ સાંથલિયા આજે પિપળિયા રોડ પર આવેલા સુરધન દાદા ની જગ્યાએ આવળ ના ગગનચુંબી ઝાડ ઉપર ચડી ને સ્થળ ઉપર હાજર રહેલા લોકો ને વિડીયો બનાવવા ની સુચના આપી સંધ્યા ટાણે ઝાડ કાપી રહેલ. આ દરમિયાન મોબાઇલ થી ઉતરી રહેલા વિડિયો મા ધ્યાન હોવાથી અચાનકજ ધ્યાન ચૂક થતા ઝાડ માથે પડતા અને યુવાન નીચે પટકાતા ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. નવી જનરેશન ને સાવધ અને સુચિત કરતી આ હ્રદય દ્રાવક કરૂણ ઘટના થી દેવિપુજક સમાજ મા શોકનુ મોજું ફરી વળ્યું હતું.ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...