અકસ્માત:બોટાદમા પગપાળા જતા યુવકનું કાર ટક્કરથી મોત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેફામ જઇ રહેલા કાર ચાલકે ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે મોત થયું

બોટાદ સાળંગપુર રોડ ઉપર અમન ટાવર પાસે પગપાળા જતા યુવકને કર ચાલકે ટક્કર મારતા યુવકનેગંભીર ઇજાઓ પહોચતા મોત નીપજ્યું હતું.

બોટાદમાં સવગળનગર-2માં રહેતા કિરણભાઈ ડાયાભાઈ બથવાર અને તેમના મોટાભાઈ નીલેશભાઈ ડાયાભાઈ બથવાર (ઉ.વ.29) તા. 17/12/21 નાં સાંજ 9.30 સાંગપુર રોડ ઉપર પગપાળા જતા હતા હતા તે દરમિયાન અમન ટાવર પાસે પહોચ્યા હતા ત્યારે બોટાદથી સાળંગપુર તરફ જતી કાર નં.જીજે.33 બી.6001 નાં ચાલકે ગફલત ભરી રીતે ચલાવી નીલેશભાઈને ટક્કર મારતા નીલશેભાઈને ગંભીર ઇજાઓ પહોચતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં મૃતકનાં ભાઈ કિરણભાઈ ડાયાભાઈ બથવારે કાર ચાલક નીકી ગઢીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...