તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બોટાદના તાજપર ગામના યુવક પર પ્રેમલગ્નની દાઝે 5 લોકોનો હુમલો

બોટાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક પર હુમલો કરી યુવકની પત્નીને ઉપાડી ગયા

બોટાદ તાલુકાના તાજપર ગામેમા મારૂતિ નગરમા રહેતા બાબુભાઇ પ્રેમજીભાઇ રાઠોડ ઉ.વ. 23 અને જસદણ તાલુકાના ભડલી ગામના રામજીભાઇ મુળજીભાઇ જાદવની દિકરી વિલાસબેન સાથે પ્રેમસબંધ હોવાથી પંદર દિવસ પહેલા લગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્નની દાઝ રાખી યુવતિના પિતા રામજીભાઇ મુળજીભાઇ જાદવ અને બીજા ચાર લોકોએ મળી બાબુભાઇ રાઠોડને માર મારી આખા કુટુંબને સળગાવી નાખવાની ધમકી આપી બાબુભાઇની પત્નિને જબરબસ્તી ગાડીમા બેસાડી લઇ જતા બોટાદ પોલીસે આરોપી વિરૂદ્ધ ફરીયાદ નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજપર ગામમા રહેતા બાબુભાઇ પ્રેમજીભાઇ રાઠોડ અને જસદણ તાલુકાના ભડલી ગામના રામજીભાઇ મુળજીભાઇ જાદવની દિકરી વિલાસબેન સાથે પ્રેમસબંધ હોવાથી બન્નેના પરીવાર વચ્ચે સાત વર્ષથી લગ્નની વાતો ચાલતી હતી પરંતુ યુવતીના ઘરના સભ્યો લગ્ન કરવા માનતા ન હોવાથી પંદર દિવસ પહેલા વિલાસબેન સાથે બોટાદમા પ્રેમલગ્ન કર્યા હતા.

આ પ્રેમલગ્નની દાઝ રાખી વીલાસબેનના પિતા રામજીભાઇ મુળજીભાઇ જાદવ, તેનો ભાઇ વિજયભાઇ રામજીભાઇ જાદવ અને અન્ય ત્રણ લોકો જેમા રાજુ રૂપાભાઇ જાદવ, પ્રવિણ રૂપાભાઇ જાદવ અને લાખા પુંજાભાઇ મકવાણા આ પાંચેય લોકો તા.4/6/21ના રોજ રાત્રે 12.30 કલાકે બાબુભાઇ પ્રેમજીભાઇ રાઠોડના ઘરે ધારીયા, ફરસી અને પાઇપો લઇને આવીને બાબુભાઇ અને તેમના કુટુંબના લોકોને મારવા લાગ્યા હતા આ દરમિયાન બુમાબુમ થતા આડોસી પાડોસી ભેગા થતા ઉપરોક્ત પાંચેય લોકો બાબુભાઇની પત્નિ વિલાસબેનને જબરસસ્તીથી ગાડીમા બેસાડી લઇ ગયા હતા.

અને જતા જતા બાબુભાઇના કુટુંબને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમા બાબુભાઇને તેમના પિતા પ્રેમજીભાઇ, ભાઇ પરેશભાઇ અને દાદા જીવાભાઇ તેમજ સોમાભાઇને ગંભીર ઇજાઓ પહોચતા સોનાવાલા હોસ્પિટલમા હોસ્પિટલમા ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...