તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેકોર્ડ:બોટાદના હડદડ ગામના યુવકને ત્રીજી વખત ગોલ્ડન બુકમાં સ્થાન

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે બોટાદ ઉપરાંત અમદાવાદ, ભાવનગર સહિતના શહેરોના પોઝિટિવ લોકોની નિ:શુલ્ક સેવા કરી હતી
  • કોરોના કાળમાં યુવકે દિવસ-રાત જોયા વિના સેવાકાર્યો કર્યા હતા

કોરોનાની વૈશ્વિક મહામારીમાં અવિરત 56 રાત - દિવસ જ્ઞાતિ - જાતિના ભેદભાવ વગર કોરોના પોઝિટિવ, મ્યુકોરમાઈકોસીસ દર્દીઓ તેમજ ડેડ બોડી નિકાલની વિનામૂલ્યે 24 કલાક ઇમરજન્સી લાવવા અને લઈ જવા માટેની કરેલી રાષ્ટ્રસેવાની કામગીરીને ત્રીજી વખત વિશ્વ વિખ્યાત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ, ગુજરાત બુક ઓફ રેકોર્ડ અને હિંદ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં બોટાદના સેવાભાવી મયુરભાઇ જમોડને સ્થાન મળ્યું છે.

હડદડ ગામના રહેવાસી મયુરભાઈ જમોડે અવિરત 56 રાત- દિવસ જ્ઞાતિ - જાતિના ભેદભાવ વગર કોરોના પોઝિટિવ, મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ તેમજ ડેડ બોડીને વિનામૂલ્ય લાવવા અને લઈ જવા માટેની કરેલી રાષ્ટ્રસેવાની કામગીરીને ત્રીજો વર્ડ રેકોર્ડ વિશ્વ વિખ્યાત ગોલ્ડ બુક ઓફ રેકોર્ડ વિશ્વ રેકોર્ડ નામે દર્જ થયો છે.

આ યુવકે બોટાદ જીલ્લા ગઢડા , રાણપુર , બરવાળા , બોટાદ , ઢસા તથા આજુ બાજુના ગ્રામીય વિસ્તાર, અમદાવાદ , ભાવનગર ,રાજકોટ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ તેમજ ડેડ બોડી વિનામૂલ્ય લાવવા અને લઈ જવા માટે 24 કલાક ઇમરજન્સી સેવા આપવાનું ઉમદા કાર્ય પોતાની કારમાં કર્યું હતું . અમુક દર્દીઓને લાવવા માટે પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે એમણે સ્વખર્ચે પોતાની કારમાં જ ઓક્સિજન સિલિન્ડર ફિટ કરાવ્યો છે જેથી દર્દીનો જીવ બચાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...