બોટાદમા સાળંગપુર રોડ પાસે મહંમદ ગફુર સોસાયટીમા રહેતા રોશનબેન રફીકભાઇ ભાડુલા તેમના ઘરની સામે વાળાના બકરા ઘઉં ખાઇ ગયા હોવાનો ઠપકો આપવા જતા પાંચ લોકોએ લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમા સાળંગપુર રોડ પાસે મહંમદ ગફુર સોસાયટીમા રહેતા રોશનબેન રફીકભાઇ ભાડુલા તા. 1/6/22ના રોજ સાંજના 6.45 ક્લાકે તે તેઓ તેમના ઘરે હતા તે દરમિયાન તેમના ઘરની સામે રહેતા મેરાજબેન ફારૂકભાઇ ભાડુલાના બકરા રોશનબેનના ઘરે આવી ઘઉં ખાઇ ગયા હતા તે બાબતે રોશનબેન ભાડુલા મેરાજબેનને ઠપકો આપવા જતા મેરાજબેન એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને રફીકભાઇ ભાડુલાને લાફા મારી દીધા હતા
તે દરમિયાન ઇમરાન ફારૂકભાઇ ભાડુલા લોખંડનો પાઇપ, ફારૂક ઉસ્માનભાઇ ભાડુલા, ઉસ્કામ સુલેમાનભાઇ ભાડુલા અને સાજીદ ઉર્ફે જગો ઉસ્માનભાઇ ભાડુલાએ લોખંડના પાઇપ વડે માર મારી જાથથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રોશનબેન ભાડુલાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત તમામ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.