બોટાદ તાલુકાની શ્રી ગઢડીયા પ્રાથમિક શાળાના શિક્ષક હિમાંશુભાઈ પંડ્યાના The Magic of English નામના ઇનોવેશનથી બાળકોના અંગ્રેજી વિષયમાં ખૂબ જ સુધારો જોવા મળી રહ્યો છે. આ ઇનોવેશન શરૂ કર્યા પહેલા બાળકોમાં અંગ્રેજી વિષય પ્રત્યે ડર અને અરુચી હતી. તદુપરાંત અંગ્રેજી વ્યાકરણમાં પણ કચાસ જોવા મળી હતી.
જાહેરમાં બાળકો અંગ્રેજી બોલી શકતા ન હતા. પ્રાર્થના સભામાં પણ અંગ્રેજી વિષય પ્રત્યે નિરસતા જોવા મળતી હતી. ધીરે ધીરે આ નવતર પ્રયોગ દ્વારા બાળકોમાં રહેલો અંગ્રેજી વિષય પ્રત્યેનો ડર અને અરુચી દૂર થવા લાગી હતી.
પ્રાર્થના સભામાં અંગ્રેજી અભિનય ગીતો શરૂ કરાવવામાં આવ્યા. 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના સામાજિક પર્વમાં અંગ્રેજી વક્તવ્ય તૈયાર કરાવવામાં આવ્યા. તેમના દ્વારા બનાવેલ 21 ટી.એલ.એમ દ્વારા સરળતાથી બાળકો અંગ્રેજી વ્યાકરણ શીખી રહ્યા છે. તેમજ બાળકોને star of the week વન સ્ટાર, ટુ સ્ટાર, થ્રી સ્ટાર અને ફોર સ્ટારથી નવાજવામાં આવે છે.
દર મહિનાના પ્રથમ શનિવારે બાળકોને અંગ્રેજી વિષય માટેના પ્રગતી માટે કાર્ડ આપી સન્માનિત કરવામા આવે છે. 80% ઉપરાંત બાળકો હાલના તબક્કે અંગ્રેજી યુનિટ રીડિંગ કરી રહ્યા છે. 80% ઉપરાંત બાળકો કાળના કોષ્ટકો બોલી શકે છે.
અંગ્રેજીમાં સંવાદો કરી શકે છે. અંગ્રેજીમાં પોતાનો પરિચય આપી શકે છે. નિયમિત રીતે પ્રાર્થના સભામાં અંગ્રેજીમાંઅભિનય ગીતો રજૂ કરવામાં આવે છે.આમ હાલના તબક્કે અંગ્રેજી વિષય એક બોરિંગ નહીં પરંતુ ઇન્ટરેસ્ટિંગ વિષય બની રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.