શિક્ષકોને અપાઈ તાલીમ:ધોરણ 1ના 105 શિક્ષકોનો બે દિવસીય તાલીમ વર્ગ યોજાયો, તજજ્ઞો વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી

બોટાદ7 દિવસ પહેલા
  • જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા બી આર સી ભવન ખાતે તાલીમ યોજાઈ
  • બાળકોને રમતગમત, વાર્તા, કાવ્ય દ્વારા શાળા શિક્ષણ પ્રત્યે તૈયાર કરાય તે માટે તાલીમ અપાઈ

સમગ્ર ગુજરાતમાં ધોરણ એકના પ્રાથમિક શિક્ષકો માટે શાળા પુરતી તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લાના બોટાદ બ્લોક ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા શિક્ષકો ધોરણ એકમાં આવેલા બાળકોને તત્પરતાપૂર્વક રમતગમત, વાર્તા, કાવ્ય દ્વારા શાળા શિક્ષણ પ્રત્યે તૈયાર કરે તે માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

105 જેટલા શિક્ષકોએ બોટાદ ખાતે તાલીમ લીધી
બોટાદ તાલુકા કક્ષાએ આયોજિત આ તાલીમમાં 105 જેટલા શિક્ષકોએ બીઆરસી ભવન બોટાદ તથા નગર પ્રાથમિક શાળા નંબર 3 બોટાદ ખાતે બે દિવસની તાલીમ લીધી હતી. તાલીમ દરમિયાન જુદા જુદા તજજ્ઞો દ્વારા તાલીમ અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તાલીમને સફળ બનાવવા માટે બી.આર.સી બોટાદના માર્ગદર્શન હેઠળ સી.આર.સી કોર્ડીનેટર તેમજ પ્રજ્ઞા બી.આર.પી. દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...