આજની પરીક્ષામાં 74 વિધાર્થી ગેરહાજર:ધોરણ 12ની ચાલતી પરીક્ષામાં બોટાદ જિલ્લામાં કુલ 3942 વિધાર્થીઓએ પરીક્ષા આપી

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી બોર્ડની જાહેર પરીક્ષાઓના આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા.18/03/2023ના રોજ સવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ-3441 વિદ્યાર્થીઓ પૈકી 3369 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં. જ્યારે 72 વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાવા પામી હતી.

તેવી જ રીતે આજે બપોરે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાન વિષયની ગુજરાતી-અંગ્રેજી માધ્યમની પરીક્ષામાં નોંધાયેલા કુલ-573 વિદ્યાર્થીઓ પૈકી 571 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં. જ્યારે 02 વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાવા પામી હતી. તેમજ સામાન્ય પ્રવાહ સેક્રેટીયલ પ્રેક્ટીસ વિષયની ગુજરાતી-અંગ્રેજી માધ્યમની પરીક્ષામાં નોંધાયેલા કુલ 1668 વિદ્યાર્થીઓ પૈકી 1661 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં. જ્યારે 07 વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...