ધરપકડ:ઉમરાળા અને રાણપુરમાંથી કુલ 14 જુગારી ઝડપાયા

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપી જુગારીઓ પાસેથી રૂ. 19910નો મુદ્દામાલ કબજે કર્યો : જુગારીઓમાં નાસભાગ મચી

રાણપુર પોલીસે જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધરે રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ઇદડ પાડી જાહેરમાં જુગાર રમતા 5 જુગારીને રૂ.3130નાં મુદ્દામાલ સાથે અને બોટાદ એલ.સી.બી ટીમે રાણપુરમાંથી 9 જુગારીઓને રૂ.16780નાં મુદ્દામાલ સાથે ઝડપી આપડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

એલ.સી.પોલીસ સ્ટાફનાં માણસો બળદેવસિંહ લીમ્બોલા, ભગીરથસિંહ લીમ્બોલા, વગેરે તા. 22/11/21નાં રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે તા.23/11/21નાં રોજ રાણપુર થી અણીયાળી કસ્બાતી રોડ પર હુસૈની કુવાની બાજુમાં રેલ્વે ફાટક પાસે રેઇડ પાડી પાના વડે પૈસાના હારજીતનો જુગાર રમતા 9 જુગારીઓને રૂ.16780નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે રાણપુ પોલીસે રાણપુર તાલુકાના ઉમરાળા ગામે આવેલ જુના રામદેવ મંદિરે પાસે રેઇડ પાડી 5 જુગારીઓને રૂ. 2130નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.

માનસીગ પરશોતમ સરવૈયા (રહે.ઉમરાળા), ઘનશ્યામ વિરમ વસાણી (રહે.ઉમરાળા), દયા બેચાર મકવાણા (રહે.ઉમરાળા), માયા જીણા મકવાણા (રહે.ઉમરાળા), ગોરધન જીણા બાવળીયા (રહે.ઉમરાળા), મંજુર મયુદીન ખલાણી (રહે.રાણપુર), અક્ષય મુકેશ રાદડીયા (રહે.રાણપુર), ચંદુ જીવા ચૌહાણ (રહે.રાણપુર), સહદ હુસૈન દેસાઈ (રહે.રાણપુર), પ્રેમજી લખમણ મકવાણા (રહે.રાણપુર), જીગર ઈસા ગાંજા (રહે. રાણપુર), સબુદિન રહેમાન શેખ (રહે.રાણપુર), જોરૂ ભાવુભા પરમાર (રહે.રાણપુર), ઇકબાલ ઉકા દેસાઈ (રહે.રાણપુર)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...