બોટાદના કોઈ જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન બોટાદને ફોન કરી જણાવેલ કે, એક વૃદ્ધ મહિલા બોટાદમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પાસે આત્મહત્યા કરવાના ઈરાદાથી આવ્યા છે અને રડે છે. અમે બધાએ તેને રોકી રાખ્યા છે તમે જલ્દી આવોને મદદ કરો.
181 ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ કણજરીયા જયશ્રીબેન, પાયલોટ જમોડ હરેશભાઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વૃદ્ધ મહિલાને મળતા જાણવા મળેલ કે, તેઓ ગભરાઈ ગયા હતા શું બોલે છે?, ક્યાં જવું છે? તેનું ભાન ન હતું. તેથી ત્યાંના આજુબાજુના લોકોને પૂછપુરછ કરતા જાણવા મળ્યું કે, તે વૃદ્ધ મહિલા 1 કલાકથી અહીં આવ્યા છે અને ટ્રેન આવવાનો ટાઈમ થાય ત્યાં પાટા પર જઈને બેસી જાય છે. ત્યાંના લોકોએ તેને પરાણે ત્યાંથી ઉભા કર્યા અને બાજુમાં લઈ આવ્યા અને 181ની મદદ માગી હતી.
181ની ટીમે પીડિત મહિલા સાથે વાતચીત કરી તો કઈ બોલતા ન હતા અને રડતા હતા. માજીને તેમનું નામ અને સરનામુ પુંછતા તેઓ કઈ જણાવતા ન હતા, તેથી આજુબાજુના લોકો પાસે જાણકારી મેળવી કે વૃદ્ધ મહિલા ક્યાંના છે અને તેમની પાસેથી તેમના દીકરાનો સંપર્ક કરેલો. તેમના દીકરા સાથે વાતચીત કરેલી અને વૃદ્ધ મહિલાનો દીકરો ઘટનાસ્થળે આવ્યો અને જણાવેલ તેમના પિતા ગુજરી ગયા તેને 2 મહિના જેટલો સમય થયો. તેથી તેમને યાદ કરીને રડ્યા કરે છે. એમને ગમતું નથી અને ગમે ત્યારે કોઈને ઘરે કહ્યા વગર અને કોઈને ખબર ન પડે તેમ નીકળી જાય છે. વૃદ્ધ મહિલાને મગજની દવા ચાલુ છે. જ્યારે દવા ન પીવે ત્યારે આમ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જાય છે. જેથી 181ની ટીમે તેમના દીકરાને તેમનું ધ્યાન રાખવા સમજાવ્યા હતા અને સમયસર દવા દેવા જણાવ્યું હતું. આમ માનસિક અસ્થિર વૃદ્ધ મહિલાને સહી સલામત તેમના ઘરે સુધી પહોંચાડેલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.