પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે. ત્યારે જિલ્લામાં રાજ્યકક્ષાની સુચારૂ ઉજવણી અન્વયે વિવિધ સમિતીઓ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ જિલ્લા કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે રીવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે આયોજન અન્વયે સંલગ્ન વિભાગો પાસેથી તૈયારીઓ વિશે તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી વ્યવસ્થા બાબતે અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં કલેક્ટરએ લાઇટિંગ, સુશોભન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમ સહિતના મુદ્દાઓ વિશે જેતે સમિતીના અધ્યક્ષો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી રીવ્યૂ બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે. ત્યારે આયોજનને સુચારૂ પાર પાડવા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓનો આરંભ કરી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.