બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન:આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ 'મત નું મૂલ્ય' વિષય પર રંગોળી સ્પર્ધા યોજાઈ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વીપ પ્રવત્તિ અન્વયે જાગૃતિ કાર્યક્રમો દ્વારા મતદારોને મતદાન, મતદાનનું મહત્વ અને મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે બોટાદની સરકારી માધ્યમિક શાળા-હડદડ ખાતે દ્વારા "મતનું મૂલ્ય" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા રંગબેરંગી રંગોળીઓ દોરવામાં આવી હતી અને મતદાન અંગે લોકોને જાગૃત કરાયા હતા. રંગોળી સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળી દોરનાર ત્રણ વિદ્યાર્થિનીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...