જાહેરનામું:બોટાદમાં હથિયાર બંધીને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં ચાલુ માસ ઓક્ટોબર-૨૦૨૨ અને આગામી નવેમ્બર-2022ના માસ દરમિયાન કાયદો, વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી તા.09/10/2022 થી તા.08/11/2022 સુધી બંન્ને દિવસો સહિત કરવાની રહેશે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કોઇ વ્યક્તિ કે વ્યક્તિનાં સમૂહ દ્વારા શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, મોટા, બંદૂક, ચપ્પુ, લાકડી, લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવા પર, કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની અને કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઇ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...