બરવાળા તાલુકાના જૂના નાવડા ગામની પ્રાથમિક શાળા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આદર્શ ગ્રામ પંચાયત અંતર્ગત રાત્રિ ગ્રામસભા યોજીને કેન્દ્રિય અને રાજ્ય સરકારની વિવિધ જનલક્યાણલક્ષી યોજનાઓના લાભો જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તે દિશાના પ્રયાસો હાથ ધરવા મંત્રી મુંજપરાએ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
નાવડા ગામમાં હાલ પાંચ જેટલી આંગણવાડી છે જે પૈકી બે આંગણવાડી જર્જરીત હાલતમાં છે તે આંગણવાડીને અદ્યતન સુવિધા સાથે નવી બનાવવામાં આવશે. નાવડા ગામમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવી સ્પર્ધાત્મક પરીક્ષામાં યુવાનો સારૂં પરિણામ મેળવી શકે તે માટે આગામી સમયમાં વ્યવસ્થા ઉભી કરાશે તેવો દ્રઢ વિશ્વાસ મંત્રી મુંજપરાએ વ્યક્ત કર્યો હતો.
જુનાનાવડા ગામમા આયોજન અને ATVT ના ગય વર્ષ-2021-22ના આયોજનમાંથી રૂા. 30 લાખના કામો પૂર્ણ કરવામાં આવ્યાં હોવાની સાથે જેમાં ચાલુ વર્ષની વિકાસશીલ યોજનામાંથી રૂા. 25 લાખના નવા કામો લેવાની જાહેરાત કરી હતી. આ ગ્રામસભામા મંત્રીએ જુના નાવડા ગામના મહીલા સરપંચ દવલબેનને ચાલુ વર્ષના આયોજન અને ATVT ના રૂા.4.5 લાખના જુદા જુદા કામોનો વર્ડ ઓર્ડર આપવામા આવ્યા હતા. આ રાત્રી ગ્રામસભામા બી.એ.શાહ કલેક્ટર બોટાદ, પી.ડી.પલસાણા જિલ્લા વિકાસ અધિકારી, કરણરાજ વાઘેલા જિલ્લા પોલીસ અધિક્ષક વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.