• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • A Meeting Was Held On The State Level Celebration Of Republic Day In Botad; Discussed With Officials Including Collector

રાજ્યપાલના અગ્રસચિવે બેઠક યોજી:બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીને લઈ બેઠક યોજાઈ; કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે. જેને અનુલક્ષીને પ્રજાસત્તાક પર્વની આગોતરી તૈયારીઓના ભાગરૂપે રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુએ આજરોજ બોટાદ જિલ્લાના કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ. શાહ સહિત જિલ્લાની વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી.

અગ્ર સચિવ રાજેશ માંજુએ ઉક્ત બેઠકમાં એટહોમ કાર્યક્રમમાં સ્ટેજ વ્યવસ્થા, પોડીયમ બેઠક વ્યવસ્થા ઉપરાંત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લામાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા બાબતે તેમજ વાહનોના પાર્કિંગ અંગે ચર્ચા કરી હતી. અગ્ર સચિવે ઉપસ્થિત અધિકારીઓને કાર્યક્રમ અંગે સૂચનો આપી માર્ગદર્શિત કર્યાં હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોળીયા, નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...