તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બોટાદમાં ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય માટે બેઠક યોજાઈ

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આયોજન કરાયું

કોરોના મહામારીમાં બીજા વેવમાં અતિ ભયંકર પરિણામોનો સમગ્ર દેશે સામનો કરી રહ્યો છે ત્યારે આગામી ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાના દહેશત વચ્ચે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આયોગના ચેર પર્સન જાગૃતિબેન પંડ્યાની અધ્યક્ષતામાં મીટીંગ કમ સેમિનારનું આયોજન કરાયુંુ હતું.

સેમિનારમાં બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી. એસ. શાહ, બોટાદ જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન પિયુષભાઈ શાહ, બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ. એલ. ડવ, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તેમજ ઉપપ્રમુખ ધીરુભાઈ, બોટાદ સી.ડબલ્યુ.સી.ના મેમ્બર મનીષભાઈ વાળા, વનરાજસિંહ ડાભી, રાજેશ્રીબેન વોરા, મનોજસિંહ યાદવ તેમજ બોટાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખોની હાજરીમાં બોટાદ જિલ્લાના તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે સંકલન અને ચર્ચા કરાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવો પૈકી આયોગ માંથી આવેલા દિપકભાઈ જોષી, બોટાદ સી.ડબલ્યુ.સી.ના ચેરમેન પિયુષભાઈ શાહ, આર.એ.સી. પરમાર, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી અને કાર્યક્રમના અધ્યક્ષ જાગૃતિબેન પંડ્યા દ્વારા ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

કોરોનાની આગામી ત્રીજી લહેરમાં જો બાળકો સંક્રમિત થાય તો તે બાળકોની સારવાર માટે તથા તેમના હોમ કવોરોનટાઈન માટે કઈ કઈ વ્યવસ્થાઓ કેવી રીતે ગોઠવવામાં આવશે તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...